નવુ વર્ષ 2017માં જોઈએ પૈસો તો પર્સમાં મુકી દો આવો દોરો.. જાણો અન્ય ઉપાયો
શુક્રવાર, 6 જાન્યુઆરી 2017 (11:46 IST)
વર્ષ 2016નો અંતિમ મહિનો ડિસેમ્બર શરૂ થઈ ગયો છે. આ મહિનામાં અહી બતાવેલ ઉપાય કરી લેશો તો આવનારા વર્ષ 2017માં પોતાના ઘરની ગરીબી દૂર થઈ શકે છે. અહી જાણો નાના-નાના ઉપાય.. જેનાથી લક્ષ્મી કૃપા મળે છે અને ઘરમાં પૈસો આવે છે.
- કાચા દોરામાં 7 ગાંઠ લગાવો અને ગણેશજીને ચઢાવો. સાથે જ ગણપતિજીને પ્રાર્થના કરો કે અમારા બધા કષ્ટો દૂર કરો. પૂજા પછી આ દોરો પર્સમાં મુકો.
- કોઈ હાથીને લીલુ ઘાસ ખવડાવો અને મંદિર જઈને ભગવાન શ્રીગણેશને પરેશાનીઓ દૂર કરવા માટે પ્રાર્થના કરો. તેનાથી મોટી મોટી પરેશાનીઓ પણ દૂર થઈ શકે છે.
- રોજ સવારે સ્નાન પછી એક થાળી લો અને તેના પર ચંદનથી ૐ ગં ગણપતયૈ નમ: મંત્ર લખો. ત્યારબાદ આ થળીમાં પાંચ બૂંદીના લાડુ મુકો અને ગણેશજીને ચઢાવો.
- સવારે સ્નાન પછી ગણેશ મંદિર જાવ અને ગોળના 21 ઢેલા કે પછી નાના નાના ટુકડા ચઢાવો. સાથે જ દૂર્વા પણ ચઢાવો.
- 7 નારિયળની માળા બનાવો અને શ્રી ગણેશને ચઢાવો તેનાથી કાર્યોમાં આવતા અવરોધ દૂર થઈ શકે છે.
- શ્રી ગણેશને જનેઉ અર્પિત કરો. સિંદૂરથી શ્રૃંગાર કરો. મોદકનો ભોગ લગાવો. દૂર્વા પણ ચઢાવો. ગણેશ મંત્રનો જાપ કરો.
- સવારે સ્નાન પછી શ્રી ગણેશને શુદ્ધ ઘી અને ગોળનો ભોગ લગાવો. પૂજા પછી ઘી અને ગોળનુ દાન કરી દો.
- નિયમિત રૂપથી શ્રીગણેશનો અભિષેક કરવાથી પણ ઘર-પરિવારની બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. સાથે જ ગણપતિ અથર્વશીર્ષનો પાઠ પણ કરો.
- દૂર્વાની 21 ગાંઠ ગણેશજીને રોજ ચઢાવવી જોઈએ. આવુ કરવાથી ઘર-પરિવારમાં બરકત કાયમ રહે છે.
- ગણેશ મંદિર જાવ અને જરૂરી લોકોને પોતાના સામર્થ્ય મુજબ દાન કરો. દાન દ્વારા જૂના પાપની અસર ખતમ થઈ જાય છે.