રસોડાનું ઈંટિરિયર તમારી આવકના સાધનો અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે

બુધવાર, 22 જૂન 2016 (14:47 IST)
ઘરના મહત્વપૂર્ણ ભાગમાંથી રસોડુ પણ એક છે. જો આ ભાગમાં વાસ્તુદોષ હોય તો ઘરમાં રહેનારા લોકોના આરોગ્ય અને કમાણી પર તે ખરાબ પ્રભાવ નાખે છે. રસોઈ વ્યવસ્થિત, શુદ્ધ અને સાફ સુથરી હોવી જોઈએ. આવા રસોડામાં  દેવી-દેવતા પોતાનો સ્થાઈ વાસ બનાવી લે છે.  જેનાથી ઘરમાં ક્યારેય પણ ધન અને સુખ-સમૃદ્ધિની કમી નથી રહેતી. 
 
- રસોડામાં મંદિર બનાવવાથી પારિવારિક સભ્યોના સ્વભાવમાં ગુસ્સો અને અસહનશીલતા આવે છે. 
- રસોડામાં સ્ટોર બનાવવાથી જોબ અને વેપારમાં પ્રમોશન નથી થતુ. 
- જે ઘરમાં રસોડુ અને વોશરૂમ એક લાઈનમાં હોય ત્યાના સભ્યોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ રહે છે. પુત્રીઓના જીવનમાં પણ અશાંતિ રહે છે. 
- મુખ્યદ્વારની  બિલકુલ સામે કિચન હોવુ અપશકુનનુ પ્રતિક હોય છે. 
- સ્નાન કર્યા વગર કિચનમાં જવાથી નકારાત્મક ઉર્જા વધે છે. 
- રસોડાનું ઈંટિરિયર  વાસ્તુ મુજબ સેટ ન કર્યુ હોય તો આરોગ્ય અને કમાણીના સાધનો પર ખરાબ પ્રભાવ પડે છે. 
- દક્ષિણ પૂર્વ દિશામાં બનેલ કિચન અન્ન-ધનના ભંડાર ભરે છે. 
- સિંક(વોશબેસિન) ને રસોડાના ઉત્તરપૂર્વમાં બનાવડાવો. જળ અને અગ્નિ વચ્ચે વેર હોય છે તેથી સિંક અને ચૂલ્હાને એક લાઈનમાં ન મુકવુ જોઈએ. 
- ઈલેક્ટ્રોનિક ઉપકરણોને દક્ષિણ પૂર્વ અથવા દક્ષિણ દિશામાં મુકવા જોઈએ. 
- ગેસ સ્ટવ અને ઈંડક્શન ચૂલાને દક્ષિણ પૂર્વ દિશામાં મુકો. દીવાલથી ઓછામાં ઓછુ 3 ઈંચનુ અંતર હોવુ જોઈએ અને ચૂલા પર શેલ્ફ(અલમારી/કબાટ) ન હોવા જોઈએ. 

વેબદુનિયા પર વાંચો