ભારત સાથેના સંબંધોની કડવાશ ઘટાડવા શરીફે મોદીને કેરીઓ ભેટ તરીકે મોકલી

શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2014 (11:50 IST)
ભારતમાં ભલે ફળોના રાજા કેરીની સીઝન જઈ ચુકી હોય પણ પાકિસ્તાનમાં હજુ પણ કેરીની મીઠાશ ચાલી રહી છે. જે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફેલાયેલ કડવાશને દૂર કરી રહી છે. ભારત દ્વારા પાકિસ્તાન સાથે વાતચીત બંધ કર્યા બાદ પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફે આ પ્રક્રિયા ફરી શરૂ કરવા માટે મોદીને કેરીઓ મોકલી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ શરીફે પાકિસ્તાન કેરીની સિંઘરી અને ચૌસા જાતિના પસંદગીની કેરીઓની એક પેટી મોદી માટે મોકલી આપી છે. આ કેરીઓ નવાઝ શરીફની પસંદગીની છે. 
 
આ કેરીઓ મોદીને બુધવારે સાંજે વિશેષ ચેનલ દ્વારા મોકલવામાં આવી. માહિતગારોનુ માનવુ છે કે આ પગલાથી શરીફ એ સંદેશ આપવા માંગે છે કે તેઓ ભારત સાથે ફરીથી વાતચીત શરૂ કરવા માંગે છે ઉપરાંત ભારત સાથેના પોતાના સંબંધો સુધારવા પણ માંગે છે. સાથે જ આ મહિને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની જનરલ અસેંમ્બલી દરમિયાન મોદી સાથે મુલાકાતની જમીન પણ તૈયાર કરવા માંગે છે. મોદી સાથે જ શરીફે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજને પણ કેરીઓ મોકલી આપી છે.  
 
નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભમાં નવાઝ શરીફ પણ આવ્યા હતા. આ દરમિયાન મોદી તરફથી શરીફને ભેટમાં શાલ આપવામાં આવી હતી. ત્યારબાદ શરીફે પાકિસ્તાનથી મોદીની માતા માટે સાડી મોકલી હતી. પાકિસ્તાની ઉચ્ચાયુક્ત અબ્દ્લ બાસિતના જમ્મુ કાશ્મીરના અલગતાવાદી નેતાઓ વાતચીત માટે બોલાવવા પર ભારતથી પાકિસ્તાન સથે વિદેશ સચિવોની વાતચીત રદ્દ કરી દીધી હતી.  
 

વેબદુનિયા પર વાંચો