આજે ઉંઘથી જાગશે ભગવાન વિષ્ણુ , કરો આ 11માંથી કોઈ 1 ઉપાય
ગુરુવાર, 10 નવેમ્બર 2016 (17:46 IST)
હિંદૂ ધર્મ ગ્રંથ મુજબ , કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિને ભગવાન વિષ્ણુ ઉંઘથી જાગે છે. આથી આ તિથિને દેવપ્રબોશિની એકાદશી કે દેવઉઠની એકાદશી કહેવાય છે. આ સમયે એકાદશી 10 નવંબર ગુરૂવારે છે. આ દિવસે ભગવાનને પ્રસન્ન કરવા માટે આ ખાસ ઉપાય કરાય તો ખાસ ફળ મળે છે અને સાધનની મનોકામના પૂરી થઈ શકે છે.
દેવઉઠની એકાદશીની સાંજે તુલસીની સામે ગાયનું ઘી દીપક લગાવો અને ૐ વાસુદેવાય નમ : મંત્ર બોલતા તુલસીની 11 પરિક્રમા કરો. એનાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે અને કોઈ સંકટ નહી આવે.
ધન લાભ માટે દેવપ્રબોધિની એકાદશી પર ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરો . એનાથી તમને ફાયદો થઈ શકે છે.
દેવઉઠની એકાદશીની સવારે સ્નાન વગેરે કર્યા પછી ભગવાન વિષ્ણુની પ્રતિમાને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો.
દેવપ્રબોધિની એકાદશી પર તુલસીની માળાથી ૐ નમો વાસુદેવાય નમ : નું જાપ કરો. મંત્ર જાપ કરતા સમયે પવિત્રતાના પૂરા ધ્યાન રાખો.
પીપળમાં ભગવાન વિષ્ણુનું વાસ ગણાય છે . એકાદશી પર પીપળના ઝાડ પર જળ ચઢાવો . એનાથી કર્જથી મુક્તિ મળે છે.
એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજામાં પીળા ફૂલ જરૂર અર્પિત કરો. એનાથી તમારી દરેક મનોકામના પૂરી થઈ શકે છે.
એકાદશીની સવારે સ્નાન વગેરે કર્યા પછી શ્રીમદભાગવત જથાનો પાઠ કરો. આથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન હોય છે.
એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીરનું ભોગ જરૂર લગાડો એમાં તુલસીના પાન પણ નાખો. એનાથી ઘરમાં શાંતિ બની રહે છે.
એકાદશી પર પીળા રંગના કપડા , ફળ અને અનાજ ભગવાન વિષ્ણુને અર્પિત કરો. પછી આ બધી વસ્તુઓ ગરીબોને દાન કરી દો.
એકાદશી પર દક્ષિણાવર્તી શંખની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન હોય છે એનાથી ધન લાભ હોય છે.
એકાદશી પર સુહાગન મહિલાઓને તમારા ઘરે બોલાવીને ફલાહાર જરૂર કરાવો અને તેને સુહાગની સામગ્રી ઉપહાર રૂપમાં આપો.