જ્યેષ્ઠ શુક્લ દશમીના દિવસે રાજા ભગીરથ ગંગાને ધરતી પર લાવ્યા હતા. આ દિવસે ગંગા ધરતી પર પ્રગટ થઈ હતી.પુરાણો મુજબ આ દિવસે ગંગા સ્નાનનો ખાસ મહત્વ હોય છે. સાથે જ આ દિવસે ગંગાની ખાસ પૂજા અર્ચના અને ભગવાન શિવનો જળાભિષેક કરાય છે. ગંગા દશેરા પર દાન અને ઉપવાસનો ખાસ મહત્વ હોય છે. દસ પ્રકારાઅ પાપને દૂર કરવાના કારણે તેને દશેરા કહે છે. આ દસ તરગના પાપ ત્રણ કાયિક, ચાર વાચિક અને ત્રણ માનસિક પાપ હોય છે.