આપણા શરીરની તંદુરસ્તીત જાળવવા માટે નિષ્ણારતો આપણને યોગ કરવાની સલાહ આપે છે. યોગમાં જુદાજુદા આસનો કરવાના હોય છે. તે જ પ્રમાણે ફેસ યોગમાં પણ મેરિલીન ,બમબલબી કે લાયન જેવા આસનો હોય છે જે ચહેરા પરની કરચલી દૂર કરે છે અને વધતી જતી વયની અસર વર્તાતી નથી. આજ કારણસર પશ્ચિમી દેશમાં મોટા ભાગની મહિલાઓ યુટયુબ પરથી આ વિશે માહિતી મેળવતી, તે સંબંધિત પુસ્તીકો વાંચતી કે ફ્રેશર લુકિંગ ફેસ માટેનું આઇ એપ્લીણકેશન ડાઉનલોડ કરતી જોવા મળે છે.