ઐતિહાસિક એફએઆરસી - કોલમ્બિયા સરકાર સાથે શાંતિ હસ્તાક્ષર કરાર માટે શ્રી શ્રીને આમંત્રણ મળ્યુ

શનિવાર, 24 સપ્ટેમ્બર 2016 (11:51 IST)
કોલંબિયાના રાષ્ટ્રપતિ અને એફએઆરસીએ શ્રી શ્રીની ભૂમિકાની પ્રશંસા કરી. 
 
 કોલમ્બિયાના રાષ્ટ્રપતિ અને એફએઆરસીના નેતૃત્વએ ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરને શાંતિ હસ્તાક્ષર વાર્તા કાર્યક્રમ હેતુ આમંત્રણ આપવામાં આવ્યુ છે. કાર્ટેજિના ડી ઈંડિઝ, કોલંબિયામાં થનારા આ ઐતિહાસિક કાર્યક્રમમાં શ્રી શ્રી ભાગ લેવા જઈ રહ્યા છે. 26 સપ્ટેમ્બરના રોજ થનારા આ કાર્યક્રમને વિશ્વના લગભગ 15 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ સામેલ થવા જઈ રહ્યા છે. શ્રી શ્રી પૂર્વોત્તરથી એકમાત્ર આધ્યાત્મિક આમંત્રિત લીડર છે. 
 
કોલંબિયાના રાષ્ટ્રપતિ જૉન મેનુઅલ સંતોષે શ્રી શ્રીના શાંતિ પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યુ કે શ્રી શ્રી રવિશંકર અને આર્ટ ઓફ લિવિંગ વાસ્તવિક સ્વરૂપમાં શાંતિના દેવદૂત છે. 
 
કોલમ્બિયાની ભારતમાં રાજદૂત માનનીય મોનિકા લૈજેટા મ્યુટિસ કહે છે. "કોલમ્બિયા અને એફએઆરસીના મધ્ય આ વર્ષ 24 ઓગસ્ટના રોજ થયેલ ઐતિહાસિક શાંતિ સંધિની યાત્રામાં શ્રી શ્રી રવિશંકરની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે." 
 
આર્ટ ઓફ લિવિંગે લેટિન અમેરિકામાં થયેલ માનવતાવાદી પરિયોજનાઓને ચલાવી છે. જેનાથી તણાવ મુક્ત સમાજનુ નિર્માણ થઈ શક્યુ છે. 
 
જૂન 2015માં શ્રી શ્રી કોલમ્બિયાના રાષ્ટ્રપતિ જૉન મેનુઅલ સંતોસથી 'બગોટા' માં મળ્યા હતા અને કહ્યુ હતુ, 'મારી જેટલી ક્ષમતા છે તેના મુજબ હુ આ શાંતિ પ્રક્રિયા માટે બધુ કરવા માંગીશ."
 
લેટિન અમેરિકાનુ આ સૌથી મોટો અને લાંબો સૈન્ય વિવાદને નિપટાવવામાં શ્રી શ્રીનો તણાવ મુક્ત અને હિંસા મુક્ત સમાજનુ સ્વપ્ન માર્ગદર્શક બની ગયુ. 
 
 
'બગોટા' માં તેમની યાત્રા પછી ત્યાની કોંગ્રેસ દ્વારા તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા. શ્રી શ્રી હવાના રવાના થયા જ્યા એફએઆરસીના કમાંડરો સાથે ત્રણ દિવસીય બેઠકમાં સામેલ થયા. આ બેઠકોમાં શ્રી શ્રીએ અહિંસાના ગાંધીવાદી રીતને અપાનાવવા કહ્યુ જેથી તે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે. એફએઆરસીના સભ્ય તેને અપનાવવામાં હિચક અનુભવ કરી રહ્યા હતા. પણ ત્રીજા દિવસે ઈવાન માર્કોસ જે કે મધ્યસ્તથા ભજવવામાં પ્રમુખ હતા. એ પ્રેસે કહ્યુ કે, "અમે આશા કરે છે કે કોલંબિયા ગાંધીવાદી વિચારધારાને અપનાવશે." 
 
અહી સુધી કે ગોરિલ્લા લીડરો દ્વારા પણ શ્રી શ્રી દ્વારા ભારતીય દૂતાવાસમાં લેવામાં આવેલ જ્ઞાન અને ધ્યાનના સત્રમાં પણ સામેલ થયા. 
 
એક અઠવાડિયા પછી જ્યારે શાંતિ વાર્તા મધ્યસ્થતા છતા પોતાની ગતિ ન પકડી રહી નહોતી ત્યારે શ્રી શ્રીએ ઈવાન માર્કોઝને કહ્યુ કે તે શાંતિ માટે સશક્ત રસ્તો અપનાવે નહી તો તેનાથી માનવતા સાથે અત્યાચાર થશે અને અનેક નિર્દોષોના જીવ વ્યર્થમાં હોમાશે. 
 
તેમના વક્તવ્યના એક દિવસ પછી 6 જુલાઈ 2015ના ઈવાન માર્કોઝ અને એફએઆરસીના સચિવાલયે દ્વિપક્ષીય યુદ્ધ વિરામની જાહેરાત કરી દીધી. આ યુદ્ધ વિરામ એક વર્ષ ચાલ્યુ અને ત્યારબાદ નિશ્ચિત યુદ્ધ વિરામમાં બદલાય ગયુ. ઈવાન માર્કોઝ પછી તેને શ્રી શ્રીની શિક્ષાના પરિણામસ્વરૂપ થવુ બતાવ્યુ. 
 
આર્ટ ઓફ લિવિંગના લેટિન અમેરિકામાં નિદેશક શ્રી ફ્રાસિસ્કો મારિનો આકેમ્પો દ્વારા એફએઆરસીના સભ્યો સાથે હવાનામાં સતત વાર્તા ચાલતી રહી. તેમણે એફએઆરસીના નેતૃત્વને 'સુદર્શન ક્રિયા' થી અવગત કરાવ્યા. લાભ લેનારા સભ્યોએ પોતાના અનુભવ બતાવ્યા કે 'આ શાંતિપૂર્ણ અને મુક્ત કર દેનારો હતો' તેમણે જણાવ્યુ કે અમારી ઉપર જે જે છાપ પડી હતી એ ધોવાઈ ગઈ. સ્ટેનફોર્ડના શોધકર્તાઓએ જણાવ્યુ કે દુર્ઘટના પછી આ ક્રિયા દ્વારા માનવ પર ખૂબ વધુ પ્રભાવ પડે છે અને તેના પ્રભાવ ચમત્કારિક છે. 
 
આર્ટ ઓફ લિવિંગે એફએઆરસી લીડર અને 12 લોકોના પરિવારના મધ્ય જેમને કિડનેપ કરે એફએઆરસીએ મારી નાખ્યા હતા તેમને ક્ષમા કરી આગળ વધાવા માટે પ્રેરણા આપવામાં આવી. 12માંથી ફક્ત એક વ્યક્તિ જીવીત બચ્યો હતો. આ બેઠકમાં પરિજનો સામે એફએઆરસી તરફથી કહેવામાં આવ્યુ કે, "આજે અમે ખૂબ જ વિનમ્રતાથી કહેવા માંગીએ છીએ કે અમને અમારા કૃત્યો માટે ક્ષમા કરી દેવામાં આવે." આ બેઠક એ પરિજનો અને એફએઆરસીના સભ્યોની વચ્ચે મિત્રતા સાથે દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિના રૂપમાં આપીને સંપન્ન થઈ. આર્ટ ઓફ લિવિંગ વિવાદ પછી કાર્યોમાં સંલગ્ન થઈને સ્થિતિયોને સામાન્ય કરવામાં લાગ્યુ છે. 

વેબદુનિયા પર વાંચો