સચિન તેંદુલકરને રેકોર્ડના બાદશાહના રૂપમાં ઓળખવામાં આવે છે. સચિને પોતાના ક્રિકેટ કેરિયર દરમિયાન સેંકડો કીર્તિમાન પોતાના નામે કર્યા છે. તેમાથી જ આ કીર્તિમાન પણ છે. સચિન અત્યાર સુધી રમાયેલ વિશ્વકપમાં 6 સદી લગાવી ચુક્યા છે. જે વિશ્વકપમાં લગાવેલ સદીઓ બાબતે સૌથી વધુ છે. સચિને પોતાની પ્રથમ સદી વિશ્વકપ 1996માં કેન્યા વિરુદ્ધ લગાવી હતી.
સચિને છઠ્ઠી અને અંતિમ સદી સાઉથ આફ્રિકા વિરુદ્ધ 2011ના વિશ્વકપમાં લગાવી હતી. આ મેચમાં તેમણે 101 બોલમાં 111 રન બનાવ્યા હતા. વિશ્વકપમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ ભારતના માસ્ટર બ્લાસ્ટૅર સચિન તેંદુલકરના નામે છે. સચિને પોતાનો પ્રથમ વિશ્વકપ સન 1992માં રમ્યો હતો. સચિને 1992થી 2011 વચ્ચે 45 મેચ રમી આ દરમિયાન તેણે 6 સદી લગાવી.