પાક.ને હરાવી ઓસ્ટ્રેલિયા અંતિમ 4માં, 26 તારીખે ભારત સાથે ટક્કર

શુક્રવાર, 20 માર્ચ 2015 (16:49 IST)
એડિલેડમાં રમાયેલ વર્લ્ડ કપ 2015ના ત્રીજા ક્વાર્ટર ફાઈનલ મેચમાં મેજબાન ઓસ્ટ્રેલિયા એ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ચાર વારની વિજેતા ઓસ્ટ્રેલિયાનો સેમીફાઈનલમાં મુકાબલો ટીમ ઈંડિયા સાથે થશે. આ મેચ 26 માર્ચના રોજ રમાશે. 
 
આ પહેલા પાકિસ્તાનના 213 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 4 વિકેટ ગુમાવીને 214 રનનું લક્ષ્ય મેળવી લીધુ. ટીમ તરફથી સ્ટીવન સ્મિથે 65 તો શેન વોટ્સને 64 રન બનાવ્યા. મૈક્સવેલે છેલ્લી ઓવરોમાં આવીને વિસ્ફોટક રમત રમી અને 29 બોલમાં 44 રન બનાવી નાખ્યા. 
 
ટીમ તરફથી આરોન ફિંચ માત્ર 2 રન બનાવીને સોહેલ ખાનની બોલ પર બોલ્ડ થઈ ગયા. ત્યારબાદ ડેવિડ વાર્નર પણ 24 રન બનાવીને આઉટ થઈ ગયા.  તેમની વિકેટ બહાવ રિયાજે લીધી. કપ્તાન માઈકલ ક્લાર્ક પણ 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. તેમણે પણ રિયાજે આઉટ કર્યો. જો કે ત્યારબાદ સ્ટીવન સ્મિથ અને શેન વોટસને રમતને સાચવી લીધી. જો કે સ્મિથ એહસાન આદિલની બોલ પર 65 રન બનાવીને આઉટ થઈ ગયો. પણ ત્યા સુધી ઓસ્ટ્રેલિયાનો દાવ સચવાય ગયો હતો. 
 
આ પહેલા પાકિસ્તાને એડિલેડ ઓવલ મેદાન પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આઈસીસી વિશ્વ કપ-2015ની ત્રીજી ક્વાર્ટર ફાઈનલ હરીફાઈમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. કંગારૂપ્ની ઝડપી બોલિંગ પાકિસ્તાની બેટ્સમેનો પર ભારે પડી અને આખી ટીમ 50 ઓવર પહેલા જ 213 રન પર પેવેલિયન ભેગી થઈ ગઈ. સૌથી વધુ 41 રન હારિસ સોહેલે બનાવ્યા. 

વેબદુનિયા પર વાંચો