વર્લ્ડ કપ - પ્રેક્ટિસની ધોની 'સ્ટાઈલ', મેચના દિવસે દસ કેચ કરો

સોમવાર, 16 માર્ચ 2015 (14:28 IST)
મહેન્દ્ર સિંહ ધોનીનો દરેક અંદાજ જ જુદો છે. ભલે તે ક્રિકેટ રમવાની સ્ટાઈલ હોય કે પછી મેચ પ્રેકટિસની. એક દસકાથી પણ વધુ સમયના આંતરરાષ્ટ્રીય કેરિયરમાં ધોની માટે ઓછામાં ઓછો અભ્યાસ અને સારુ પરિણામની રણનીતિ હંમેશા કારગર સાબિત થઈ છે. 
 
99 નોટ આઉટ છે કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની 
ભલે મોટાભાગના લોકો આ વાત પર વિશ્વાસ ન કરે પણ ભારતીય કપ્તાને છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી નેટસ પર રૂટીન વિકેટકિપિંગ અભ્યાસ નથી કર્યો. તેમ છતા તેમણે મેચના દિવસે દસ કેચનો અભ્યાસ કરીને વિકેટ પાછળ પોતાનુ શાનદાર પ્રદર્શન કાયમ રાખ્યુ છે. 
 
આને તમે માહીની સ્ટાઈલ કહી શકો છો.  પણ ભારતીય ટીમના અભ્યાસ સત્ર પર નિકટથી નજર રાખનારા જાણે છે કે તેમણે નેટ્સ પર ધોનીને વિકેટકીપિંગ પૈડ પહેરેલ કદાચ જ જોયા હોય. તેઓ ક્યારેક વિકેટકીપિંગના મોજા પહેરી લે છે પણ પેડ નહી. તેઓ ક્ષેત્રરક્ષણ સાથે સંબંધિત બધા અભ્યાસ કરે છે. કેચ લેવાનો અભ્યાસ કરે છે. બેટિંગ કરે છે અને ક્યારેક ક્યારેક બોલિંગમાં પણ હાથ અજમાવી જુએ છે પણ વિકેટકીપિંગ નથી કરતા. 
 
ભલે સૈયદ કિરમાની હોય કે કિરણ મોરે કે નયન મોંગિયા કે પછી તાજેતરના દિવસોમાં રિદ્દિમાન સાહા બધા વિકેટકીપિંગનો ખૂબ અભ્યાસ કરતા હતા પણ ધોનીની સ્ટાઈલ એકદમ જ જુદી છે. 

વેબદુનિયા પર વાંચો