વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઈનલમાં 6 ટીમોની એંટ્રી પાક્કી છે. પુલ બી માંથી ઈંડિયા, સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન ક્વાર્ટર ફાઈનલમાં ર રમશે. બીજી બાજુ પુલ એ માંથી ન્યુઝીલેંડ.. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની એંટ્રી થશે. બંને પુલમાં ચોથા સ્થાનને લઈને સંઘર્ષ છે. ઈંડિયાનો મુકાબલો 19 માર્ચના રોજ ઈગ્લેંડ કે બાંગ્લાદેશ સાથે થશે. ઈગ્લેંડની શક્યતા વધુ છે. ક્વાર્ટર ફાઈનલમાં જો ટીમ ઈંડિયા જીતી ગઈ તો તેને સેમીફાઈનલ ન્યુઝીલેંડ વિરુદ્ધ ઓકલેંડના મેદાન પર રમવી પડશે. ન્યુઝીલેંડના સેમીફાઈનલમાં પહોંચવાની આશા વધુ છે. કારણ કે તેને ક્વાર્ટર ફાઈનલ વેસ્ટ ઈંડિઝ કે આયરલેંડ સાથે રમવાનુ છે જે થોડી નબળી ટીમો છે.