વર્લ્ડકપ પહેલા જ વેસ્ટ ઈંડિઝને લાગ્યો ઝટકો. સુનીલ નારાયણે નામ પરત લીધુ

બુધવાર, 28 જાન્યુઆરી 2015 (14:04 IST)
વિશ્વકપ શરૂ થાય તે પહેલા જ વેસ્ટ ઈંડિઝ ક્રિકેટ ટીમને જોરદાર ફટકો લાગ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના જાદુઈ સ્પિનર સુનીલ નારાયણે આગામી મહિનાથી શરૂ થતા આઈસીસી ક્રિકેટ વિશ્વકપમાંથી પોતાનુ નામ પરત ખેંચી લીધુ છે.  
 
વેસ્ટ ઈંડિઝ ક્રિકેટ બોર્ડની પ્રેસ રિલીઝ અનુસાર નારાયણે કહ્યુ હતુ કે તેને પોતાની નવી બોલિંગ એક્શન સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુરા આત્મવિશ્વાસ સાથે  બોલિંગ કરવામાં હજુ ઘણો સમય લાગશે. નારાયણ પર આઈસીસીએ કોઈ પ્રતિબંધ મુક્યો નહોતો. પરંતુ ચેમ્પિયંસ લીગ ટી20 ટુર્નામેંટ દરમિયાન તેની એક્શન ગેરલાયક ગણવામાં આવી હતી. 
 
તેણે બોલિંગ એક્શનમાં સુધારો કરવા માટે કેરેબિયન બોર્ડનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. રિલિઝમાં તેને એમ કહેતો ટાંકવામાં આવ્યો છે કે વિશ્વકપમાં રમવુ તેનો ઉતાવળો ભર્યો નિર્ણય હશે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જ મે આ નિર્ણય કર્યો છે કે 100 ટકા આત્મવિશ્વાસ મેળવ્યા બાદ જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કરીશ. 
 
નામ પરત લેવાનુ સાચુ કારણ આ તો નથી ? 
 
એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે વેસ્ટ ઈંડિઝની ક્રિકેટ ટીમમાંથી ત્રિનિદાદના ઓલ રાઉંડર ડ્વેન બ્રાવો અને વિસ્ફોટક બેટ્સમેન કિરોન પોલાર્ડને 
 
વિશ્વકપની ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ ન હોવાથી તેણે આ પગલુ ભર્યુ છે.  બ્રાવો ગયા વર્ષે બોર્ડ સાથે પેમેંટ વિવાદના કારણે ભારત પ્રવાસ અધવચ્ચેથી 
 
પડતો મુકનારી કેરેબિયન ટીમનો કેપ્ટન હતો અને પોલાર્ડ ટીમનો સભ્ય હતો.  

વેબદુનિયા પર વાંચો