વર્લ્ડ કપમાં પાકિસ્તાનની હાર પર કેસ, આજે લાહોર હાઈકોર્ટમાં થશે સુનાવણી

મંગળવાર, 24 ફેબ્રુઆરી 2015 (10:42 IST)
લાહોર હાઈકોર્ટે ICC વર્લ્ડ કપ 2015માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શનથી નારાજ એક પ્રશંસક દ્વારા ટીમના વિરુદ્ધ અરજી નોંધાવી. અરજીએ સ્વીકાર કરી લીધુ છે. પાકિસ્તાનને વિશ્વ કપના પોતાની શરૂઆતી બંને મેચોમાં હારનો સામનો કરવો પડ્યો. જેમા ચિર પ્રતિદ્વંદી ભારતના હાથે મળેલ 76 રનોની હારનો સમાવેશ પણ છે. 
 
સમાચાર પત્ર ડોંજ મુજબ અરજીકર્તાએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ શાહયાર ખાન અને પીસીબી બોર્ડના સભ્ય નઝમ સેઠીને આ મામલામાં આરોપી ઠેરવ્યો છે. 
 
અરજીકર્તાએ વિશ્વ કપમાં ટીમના પ્રદર્શન પર સવાલ ઉઠાવતા ન્યાયાલય સાથે ખરાબ પ્રદર્શનના કારણોની તપાસ કરવાની માંગ કરી છે. લાહોર ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ ઈજાજુલ હસાન આ મામલાની સુનાવણી 24 ફેબ્રુઆરીના રોજ કરશે. 

વેબદુનિયા પર વાંચો