વર્લ્ડ કપ ઈતિહાસ - વર્લ્ડ કપ 1979

ગુરુવાર, 5 ફેબ્રુઆરી 2015 (17:09 IST)
ચાર વર્ષ પછી 1979 માં એકવાર ફરી વિશ્વ કપ ક્રિકેટનુ આયોજન થયુ અને મેજબાની ઈગ્લેંડે જ કરી. આ વિશ્વ કપનુ સ્વરૂપ 1975 વિશ્વ કપની જેવુ જ રહ્યુ. આઠ ટીમોએ આ વિશ્વ કપમાં ભાગ લીધો. ચાર ચાર ટીમોના બે ગ્રુપ બન્યા અને બે ટોચની ટીમો સીધી સેમી ફાઈનલમાં પહોંચી ગઈ. મેચ 60 ઓવરની જ રહી અને ખેલાડી સફેદ કપડા પહેરીને જ મેદાનમાં ઉતર્યા. 
 
આ વખતે ગ્રુપ એ માં ઈગ્લેંડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને કનાડાની ટીમો હતો. તો ગ્રુપ બી માં વેસ્ટ ઈંડિઝ, શ્રીલકા, ન્યુઝીલેંડ અને ભારત. શ્રીલંકાની ટીમ આઈસીસી ટ્રોફી જીતવાને કારણે વિશ્વ કપમાં રમવા આવી હતી. આ વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાએ એક નવી ટીમ પસંદ કરી. કારણે તેના સારા ખેલાડી પૈકર સાથે જોડાયા હતા. જો કે વેસ્ટઈંડિઝ અને પાકિસ્તાને  કૈરી પૈકરની વર્લ્ડ સીરીઝ સાથે જોડાયેલ ખેલાડીઓને પણ ટીમમાં મુક્યા. 
 
ખિતાબની તગડી દાવેદાર વેસ્ટઈંડિઝની ટીમ બે મેચ જીતીને પોતાના ગ્રુપમાં ટોચના સ્થાન પર રહી. શ્રીલંકા વિરુદ્ધ તેની મેચ વરસાદમાં ધોવાય ગઈ. શ્રીલંકાએ ભારતને હરાવીને હરીફાઈનો સૌથી મોટો ઉલટફેર કર્યો. આ મેચમાં શ્રીલંકાએ ભારતને 47 રનથી હરાવ્યુ. આ ગ્રુપમાંથી ન્યુઝીલેંડની ટીમ બીજા નંબર પર રહી. ભારતીય ટીમ આ વિશ્વ કપમાં એક પણ મેચ ન જીતી શકી. 
 
ગ્રુપ એ માંથી ઈગ્લેંડની ટીમે બધી મેચ જીતીને ટોચ સ્થાન મેળવ્યુ. તો પાકિસ્તાને કનાડા અને ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમીફાઈનલમાં સ્થાન બનાવ્યુ. ગ્રુપ સ્ટેજ પર ઈગ્લેંડે કનાડાને ફક્ત 45 રન પર આઉટ કરી નાખ્યુ. પણ બંને ગ્રુપમાં મળીને સદી ફક્ત એક જ બેટ્સમેને લગાવી. વેસ્ટઈંડિઝના ગોર્ડન ગ્રીનિઝે ભારત વિરુદ્ધ 106 રનની રમત રમી. 
 
પહેલી  સેમી ફાઈનલમાં ઈગ્લેંડનો સામનો ન્યુઝીલેંડ સાથે થયો. માઈક બ્રિયરલી અને ગ્રાહ ગૂચની શાનદાર બેટિંગને કારણે ઈગ્લેંડે આઠ વિકેટ પર 221 રન બનાવ્યા. ડેરેક રેંડલે પણ 42 રનની મુખ્ય રમત રમી. ન્યુઝીલેંડે પણ સારી શરૂઆત કરી અને જૉન રાઈટે 69 રન બનાવ્યા. પણ સારા ઓલરાઉંડરના હોવા છતા પણ ઈગ્લેંડની ટીમ નવ રનથી હારી ગઈ. 
 
બીજી સેમી ફાઈનલમાં પ્રથમ રમતા વેસ્ટ ઈંડિઝે છ વિકેટ પર 293 રન બનાવ્યા. ગ્રીનિઝે 73 અને ડેસમંડ હેંસે 65 રન બનાવ્યા. વિવિયન રિચર્ડ્સે પણ 42 રનનુ યોગદાન આપ્યુ. પણ ઝહીર અબ્બાસ અને માઝિદ ખાને વેસ્ટ ઈંડિઝને પરસેવો લાવી નાખ્યો. બંનેયે બીજી વિકેટ માટે 166 રનની ભાગીદારી કરી. પણ તેમના આઉટ થતા જ પાકિસ્તાનની ટીમ ગબડી પડી અને વેસ્ટઈંડિઝ 43 રનથી જીતી ગયુ. માઝિદ ખાને 81 અને ઝહીર અબ્બાસે 93 રન બનાવ્યા. 
 
23 જૂનના રોજ લોર્ડ્સના મેદાન પર વેસ્ટઈંડિઝની ટીમ સતત બીજી વાર ફાઈનલ રમવા પહોંચી તો બીજી બાજુ મેજબાન ઈગ્લેંડને પણ નસીબ અજમાવવાની તક મળી.  વિવિયન રિચર્ડ્સે શાનદાર સદી બનાવી અને કૉલિસ કિંગે પણ સારી રમત બતાવી. વેસ્ટઈંડિઝે 286 રનનો સ્કોર બનાવ્યો. રિચર્ડ્સ 138 રન બનાવીને અણનમ રહ્યા જ્યારે કે કિંગે 86 રન બનાવ્યા. ઈગ્લેડે સારી શરૂઆત કરી અને પહેલા વિકેટ માટે 129 રન જોડ્ય. પ્ણ રન ખૂબ ધીમી ગતિથી બનાવ્યા. બ્રિયરલીએ 64 રન બનાવ્યા પણ 130 બોલ પર જ્યારે કે બોયકોટે 105 બોલમાં 57 રન બનાવ્યા. આ બંને આઉટ થતા જ ઈગ્લેંડની ટીમ ધરાશાયી થઈ ગઈ. ફક્ત ગૂચે 32 રન બનાવ્યા. ઈગ્લેંડની ટીમ 51 ઓવરમાં 194 રન બનાવીને આઉટ થઈ ગઈ. વેસ્ટ ઈંડિઝે  સતત બીજીવાર વિશ્વ કપ પર કબજો કર્યો. 
 

વેબદુનિયા પર વાંચો