ક્રિકેટ વર્લ્ડ કપ 2015 માટે 30 ખેલાડીઓની પસંદગી આજે થશે
ગુરુવાર, 4 ડિસેમ્બર 2014 (11:33 IST)
આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડની સંયુક્ત મેજબાનીમાં થનારા વર્લ્ડ કપ માટે શક્યત ભારતીય ખેલાડીઓનુ સિલેક્શન આજે અહી કરવામાં આવશે. સંદીપ પાટિલની આગેવાનીવાળુ સિલેક્શન કમિટીની બેઠક આજે બપોરે એક વાગ્યે વાનખેડે સ્ટેડિયમ સ્થિત ક્રિકેટ સેંટરમાં થશે.
સૌથી મોટો સવાલ - સિલેક્ટર્સની અસલી માથાકૂટ આમ તો જાન્યુઆરીના બીજા આઠવાડિયામાં થશે જ્યારે આ વર્લ્ડ કપ માટે ફાઈનલ-15ની પસંદગી કરવામાં આવશે. પણ આજની બેઠકમાં સૌથી મોટો સવાલ એ હશે કે શુ અગાઉના વર્લ્ડકપને જીતનારી ટીમના કેટલાક સીનિયર ખેલાડીઓને સંભવિત યાદીમાં મુકવામાં આવશે. જો કે આ વાતની શક્યતા ઓછી છે કે આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલ વીરેન્દ્ર સહેવાગ. ગૌતમ ગંભીર અને હરભજન સિંહ. આશિષ નેહરાએન કમબેક કરવાની તક મળશે. આમ તો ઓલરાઉંડર્સના સ્લોટમાં શક્યત યાદીમાં યુવરાજ સિંહનુ નામ આવી શકે છે કારણ કે ભારતની વર્લ્ડ T-20 અને વર્લ્ડ કપ જીતમાં યુવરાજની મુખ્ય ભૂમિકા રહી છે. તે બિગ મેચ પ્લેયરના રૂપમાં જાણીતા છે.
મિડલ ઓર્ડર અને પેસ બોલિંગ સ્લોટ
ઓપનિંગ સ્લોટમાં રોહિત શર્મા શિખર ધવન અંજિક્યે રહાણેના રહેતા બાકીના નામ ખાનાપૂર્તિ માટે જ હશે. જો કે છેલ્લી એક બે સીઝનથી પ્રભાવિત કરનારા યુવાઓની શરૂઆતી 30માં સ્થાન જરૂર મળશે. કારણ કે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડની પિચોના હિસાબથી વિવિધતાપૂર્ણ પેસ એટેક જોઈતો હોય અને આ માટે જુદી જુદી કાબેલિયત રાખનારા યુવાઓને સ્થાન આપવી પડશે.