સ્ત્રીઓ પુરૂષમય બની જાવ !

લગ્ન સ્ત્રી અને પુરૂષ બંનેના થાય છે. પણ વિવાહિત થયા પછી જે ચિહ્નો મળે છે તે એકલી સ્ત્રીને જ ભોગવવા પડે છે, પુરૂષોને નહી. અવિવાહિત અને વિવાહિત પુરૂષોમાં કોઈ અંતર નથી - ન તો નામમાં, અને ન તો કપડા-લત્તામાં, ન તો કપાળમાં કે ન તો આંગળીમાં. તેમની વચ્ચે અંતર કરવાનો કોઈ ઉપાય જ નથી. પરંતુ વિવાહિત અને અવિવાહિત સ્ત્રીઓ વચ્ચે અંતર કરવાની ઘણી વ્યવસ્થા કરવામાં આવી છે. વિવાહિત અને વિધવા સ્ત્રીની વચ્ચે પણ અંતર રાખવાની વ્યવસ્થા છે.

પૃથ્વી પરના બધા દેશોના બધા સમાજોના પુરૂષોને માટે એક જ જેવુ સંબોધન રાખવામાં આવ્યુ છે. અવિવાહિત સ્ત્રી પોતાના નામ આગળ મિસ અને વિવાહિત 'મિસેજ; શબ્દનો પ્રયોગ કરીને પોતાની વૈવાહિક સ્થિતિને પોતાની સાથે જોડે છે. પરંતુ પુરૂષ પોતાના નામની આગળ 'મિસ્ટર' સંબોધનને શરૂથી રાખે છે. શુ મિસ્ટર સોમેન અને મિસ્ટર મિલનમાં કોણ પરિણિત છે એ કોઈ કહી શકે છે ? પણ મિસ લીના અને મિસેજ બીનામાં કોણ વિવાહિત છે તેની પર કોએ શક નથી. સ્ત્રી પરિણિત છે કે અપરિણિત એ તેના નામ સાથે જ સમાયેલ છે - વિવાહ જરૂર કોઈ સ્ત્રી માટે ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુને સ્વીકારવા જેવી છે જે પુરૂષો માટે નથી.

તેવી જ રીતે વિધવા સ્ત્રી અને સૌભાગ્યવતી સ્ત્રીમાં અંતર રાખવામાં આવે છે. જો મનુષ્યના રૂપે સ્ત્રી અને પુરૂષ સમાન છે તો વિવાહિત સાથીનુ મોત થયા પછી કેમ સ્ત્રીને જ બધા રીત-રિવાજોનો સામનો કરવો પડે છે. જેવા કપડાં સ્ત્રી પહેરે છે તે પુરૂષ કેમ નથી પહેરતો. કેમ તે માત્ર સફેદ કપડાં જ પહેરીને નથી ફરતો ? કેમ તે બધા નિષેધનુ પાલન નથી કરતો ? સ્ત્રીને ઘણુ સ્વીકારવુ અને ત્યજવુ પડે છે જ્યારે પુરૂષ તેની આસપાસ એકદમ સ્વતંત્ર અને બંધનમુક્ત છે. આ સમાજમાં સ્ત્રીનુ મુખ્ય કામ છે પુરૂષને ખુશ રાખવો, તેને તૃપ્ત કરવો.

કેવો છે આ સમાજ ? સ્ત્રી જો એકવાર આ સમાજના આ સારહીન ચહેરાને ઓળખી જાય તો પોતાની જાતને મનુષ્યના રૂપમાં પામી લે. સ્ત્રીઓ, હવે તમે મિથ્યા સંસ્કારોને અને ઘરેણાઓને તોડીને મનુષ્ય બની જાવ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર