ફિટનેસનો મતલબ કસરત કરીને ફીટ રહેવુ નથી હોતુ, પરંતુ તેનો સાચો અર્થ ઘણો ઉંડો હોય છે. તમે કદી વિચાર્યુ છે કે તમે લગ્ન જેવા બંધનમાં બંધાવવા જઈ રહ્યા છો ? તેને માટે ફિટ છો ? શુ તમે શારીરિક અને માનસિક રીતે લગ્ન માટે તૈયાર છો ?
ભારતીય સમાજમાં જોવા મળ્યુ છે કે વર-વઘૂની જોડી મેળવવા માટે ગુણ વગેરેને મેળવવામાં આવે છે. પરંતુ બંનેના શારીરિક સ્વાસ્થ્યને લઈને કોઈ વાત નથી કરવામાં આવતી. આ મહત્વપૂર્ણ મુદ્દાને અનદેખો કરવાને કારણે કેટલીય જોડીઓના મેળ વગરના લગ્ન થતા જોવા મળ્યા છે. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. છોકરો અને છોકરી બંને પોતાના ભાવિ જીવનસાથીની શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના વિશે તપાસ કરવા માંગે છે.
કેમ જરૂરી છે મેરેજ કાઉંસલીંગ
પહેલાના જમાનામાં છોકરીને લગ્ન પહેલા આ અંગેની જાણકારી યા તો તેની મોટી બહેન આપતી હતી કે પછી ભાભી, પરંતુ કેટલીય વાતો એવી હતી જેના વિશે તેઓ બિલકુલ અજાણ રહેતી હતી. હવે મોટા શહેરોમાં લગ્ન પહેલા છોકરાઓ અને છોકરીઓની શારીરિક અને માનસિક રીતે તૈયાર કરવા માટે પણ પ્રી મેરિજ કાઉંસીલીંગ કરવામાં આવવા માંડી છે. લગ્ન પહેલા છોકરીઓ પણ એ જાણવા માંગે છે કે છોકરાને એડ્સ કે યૌન સંસર્ગજનિત રોગ છે કે નહી.
શુ કરવુ જોઈએ ?
લગ્ન પહેલા જ આ વાત જાણવી જરૂરી છે કે બંનેમાંથી કોઈને આનુવાંશિક રોગ છે કે નહી. ઉદાહરણના રૂપે હીમોફીલિયા એક એવી બીમારી છે જેમા છોકરી ફક્ત કેરિયર હોય છે એટલેકે છોકરી પોતે આ બીમારીની શિકાર નથી હોતી પરંતુ તે પોતાના બાળકોને આ બીમારી આપે છે. છોકરા અને છોકરીમાંથી કોઈને પણ મસ્ક્યુલર ડિસ્ટ્રાફી કે સિક્લસેલ જેવી આનુવાંશિક બીમારી હોઈ શકે છે. દરેક છોકરાએ અને છોકરીએ ત્રણ પ્રકારના ટેસ્ટ કરાવી લેવા જોઈએ.
આમાં આનુવાંશિકની તપાસ સિવાય યૌન સંસર્ગજનિત રોગોથી ગ્રસિત છે કે નહી. યૌન સંસર્ગજનિત રોગોમાં સિફલિસ, ગનોરિયા કે એચાઅઈવી સંક્રમણ થાય છે. જો વિવાહના પહેલા યૌન સંબંધ સ્થાપિત થઈ ચૂક્યા છે અને છોકરો અથવા છોકરી બંનેમાંથી કોઈ એક સંક્રમણનો શિકાર છે તો તેની જાણકારી બીજા પક્ષને આપી દેવી જોઈએ.
છોકરાને કે છોકરીને કોઈ માનસિક બીમારી હોય તો તેની તપાસ પણ ભાવિ જીવન માટે જરૂરી છે. માનસિક અને સામાજિક સમંવય આ જ આધાર પર સ્થાપિત થઈ શકે છે. આજના દોડભાગના યુગમાં છોકરો અને છોકરી બંને સ્વાવલંબી રહેવા માંગે છે. તેથી પરિવાર શરૂ કરતા પહેલા બંનેના મંતવ્યો બહુ જરૂરી છે. મતલબ છોકરી લગ્ન પછી પણ નોકરી કરવા માંગે છે અને છોકરો આની વિરુધ્ધ છે તો આગળ જતાં આ બંનેમાં મતભેદ થવાની શક્યતા છે. આનુ કારણ એ છે કે લોકો અડધી-અધુરી માહિતિની સાથે મેરેજ લાઈફ શરૂ કરે છે તેમને પાછળથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કાઉંસલીંગ લગ્ન પહેલા જ નહી લગ્ન પછી પણ જરૂરી છે.
યૌનજીવનની શરૂઆતમાં જ હનીમુન સિસ્ટાઈટિસ નામની સમસ્યા ઉભી થઈ શકે છે. જો બંને પહેલા જ યૌન સંસર્ગના દરમિયાન થનારી પરેશાની મહિતી હોય તો તેનાથી બચી શકાય છે. પહેલા શિક્ષણ અને પછી કેરિયરને કારણે આજે આમ પણ લગ્નો મોડા થાય છે. ત્યારબાદ પણ કેટલીય જોડીઓ બાળકો માટે પ્લાનિંગ કરે છે. જેનાથી સંતાનોત્પત્તિની વય વધુ આગળ વધી જાય છે. જેને કારણે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી આવે છે અથવા બાળક કોઈને કોઈ કમજોરી સાથે જન્મે છે. નિરોધ, ગર્ભનિરોધક ગોળીઓ અને અન્ય પરિવાર નિયોજનના ઉપાયોની માહિતી દરેક જોડીને ચોક્કસ હોવી જોઈએ. કયા ઉપાયો ઓછા જોખમી છે, કયો ઉપાય જોખમ વગરનો છે તેના વિશે માહિતગાર થયા પછી પરિવાર નિયોજન સ્વસ્થ રીતે કરી શકાય છે.
ગર્ભનિરોધકના ફાયદા અને તેની સાઈડ ઈફેક્ટસની માહિતિ રહેવાથી તેના ઉપયોગમાં સાવધાની રાખી શકાય છે.
લગ્ન પહેલા જાણકારીનો અભાવ સમસ્યાની જડ છે. શારીરિક રૂપે ફિટ રહેવુ જેટલુ જરૂરી સમજાય છે તેટલુ જ માનસિક રૂપે પણ ફિટ રહેવુ જરૂરી છે. કોઈને ઉંધમા67 ચાલવાની બીમારી છે કે તે ખૂબ જ ગુસ્સાવાળો છે તો તેની વાતો પણ બધા સાથે શેયર કરવી જોઈએ.