ગોળ ધાણા ગુજરાતી પરંપરાઓમાં આ લગ્ન પહેલાનો સમારંભ છે.જે સગાઈ સમાન છે. ગોળ-ધાણા વરરાજાના નિવાસસ્થાને વિતરિત કરવામાં આવે છે.
કન્યાનો પરિવાર વરરાજાના નિવાસસ્થાને સૌથી પહેલા વરરાજાને શ્રીફળ અને મિઠાઈ ભેંટ આપે છે અને ત્યારબાદ પરિવારના બાકી લોકોને ભેટો અને મીઠાઈઓ સાથે આવે છે અને પછી યુગલ એકબીજાને રિંગ્સ પહેરાવે છે. રિંગ્સની આપ-લે કર્યા પછી દંપતી તેમના વડીલોના આશીર્વાદ લે છે.