વાઇબ્રન્ટ ગુજરાતના સેમિનારમાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે હાઇ સ્પીડ બુલેટ ટ્રેનના કેટલાક ભાગોનું ઉત્પાદન ગુજરાતમાં થશે. રેલવે સાથે આ માટે રૂપિયા 67 હજાર કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે. રાજકોટમાં કંંટેનર યાર્ડ માટે રૂપિયા 100 કરોડના એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં આજે વિવિધ સબ્જેક્ટ પર સેમિનાર યોજાયા હતા. જેમાં કેન્દ્રીય મંત્રીઓએ પણ હાજરી આપી હતી. કેન્દ્રીય મંત્રી સ્મ્રુતિ ઇરાનીએ આજે વાઇબ્રન્ટ ગુજરાતના ટેક્સટાઇલ સેમિનારમાં હાજરી આપી હતી. તેમણે સેમિનાર પુરો થયા બાદ પત્રકારોને કહ્યું હતું કે રાહુલ ગાંધી સતત હાર અને નરેન્દ્ર મોદીની વધતી જતી લોકપ્રિયતાથી પરેશાન છે. છેલ્લા 10 વરસથી અમેઠીમાં કોઇ વિકાસ જ થયો નથી. MSME સેમિનારમાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે, જાપાન, ચાઇના સહિતના અનેક રોકાણકારો ગુજરાત આવી રહય છે. રાજ્યના અંકલેશ્વર, સુરત, ભાવનગર, અમદાવાદમાં MSME સૌથી વધુ છે. રાજીવપ્રતાપ રુડીએ કહ્યું હતું કે દેશની અડધી ઇજનેરી કોલેજીસમાં સીટો ખાલી છે. હવે વધુ ઇજનેર નથી જોઇતા. ઉધોગોને સ્કિલ્ડ લોકોની જરૂર છે. ગુજરાતના વખાણ કરતાં ઇરાની કહ્યું હતું કે ગુજરાત એને હવે બધા ડેનિમ અને મેન-મેડ ફાઇબર કેપિટલ કહે છે. 40 બિલિયન ડોલર આપની એક્સપોર્ટ કેપેસિટી છે. 8835 કરોડના એમઓયુ વાઇબ્રન્ટ ગુજરાતમાં થયા. ગુજરાત કુલ ઉત્પાદનના 29 ટકા કોટનનું ઉત્પાદન કરે છે. ગુજરાતીઓની બિઝનેસ સ્પિરિટને જોતાં ટેક્સટાઇલ ઉધોગનો વિકાસ નક્કી જ છે.