વાહન પર નજર દોષ નિવારણ માટે ઉપાય

બુધવાર, 2 જાન્યુઆરી 2019 (17:07 IST)
વાહનને નજર દોષથી બચાવવા માટે એક ચુંદડી મા કાલીના ચરણોમાં સ્પર્શ કરાવીને વાહન ટુવ્હીલરના હેંડલ પર અને મોટર કારના સ્ટીયરિંગ પર બાંધી દો. 
 
- વાહનની આગળ-પાછળ બંને કાળી ચોટલી લટકાવી દો.  મોટા વાહન પાછળ બંને બાજુ રાક્ષસોની આકૃતિઓ બનાવીને વચ્ચે લખાવી દો.. બુરી નજર વાલે તેરા મુંહ કાલા 
 
- જો તમારા વાહનને અવાર નવાર નાની મોટી દુર્ઘટનાઓ થતી રહે છે તો મૂનસ્ટોનનો નંગ ધારણ કરો. 
 
- શુક્લ પક્ષના પહેલા મંગળવારે લાલ રેશમી વસ્ત્રમાં 8 સૂકી દ્રાક્ષ પ્રભુનુ સ્મરણ કરી પ્લાસ્ટિકની થેલીમાં નાખીને વાહનમાં મુકો 
 
-  જ્યારે પણ વાહન લઈને ઘરેથી નીકળો તો મનમાં ને મનમાં આ વાક્યને બોલો. પ્રબિસિ નગર કીજે સબ કાજા, હ્રદય રાખી કોસલપુર રાજા' તેનાથી કોઈપણ દુર્ઘટના નહી થાય. 
 
- જો કોઈ નવુ વાહન લીધુ છે અથવા તમારી સાથે વારે ઘડીએ દુર્ઘટના થાય છે તો તમે શુક્લ પક્ષના પ્રથમ મંગળવારે નવા લાલ વસ્ત્ર પર શ્રી હનુમાન યંત્રને સ્થાન આપો.  પછી યંત્ર સામે લાલ આસન પર વિરાજમાન થઈને હનુમાનજીને તમારી રક્ષા માટે અરજી કરો. સાથે જ નિમ્ન મંત્રની એક માળાનો જાપ કરો. 
"ૐ મારુતાત્મય નમ:, હરિ મર્કટ મર્કટાય સ્વાહા, ૐ ક્લીં રં રં મારુતે રં રં જં જં ઉં જં ઉં જં ઉં"
 
- ત્યારબાદ યંત્રને તમારા વાહનમાં ક્યાક સ્થાપિત કરી દો. 
 
- નિમ્ન મંત્રને અગિયાર વાર જપીને જ તમારા ગંતવ્ય તરફ પ્રસ્તાન કરો. 
 
"પંથાન સુપથા રક્ષેત માર્ગ ક્ષેમકરી તથા રાજદ્વારે મહાલક્ષ્મિવિર્જયા સર્વત: સ્થિતા"
 
- કોશિશ કરો કે ઘરથી ખાંડ ભેળવેલુ દહી ખાઈને જ વાહન લઈને નીકળો 
 
- માર્ગમાં જો ભૈરવ મંદિર દેખાય તો ત્યા બે અગરબત્તી જરૂર પ્રગટાવો અને પછી એ અગરબત્તીનો ધુમાડો તમારા વાહનને જરૂર આપો. 
 
- જ્યારે પણ લાંબી યાત્રા પર જાવ તો હનુમાનજીના જમણા પગ પર લગાવેલ સિંદૂરનો ટીકો મસ્તક પર જરૂર લગાવો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર