Vastu Tips - ઘરની આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી જાગશે સુતેલા ભાગ્ય, બસ ન કરશો આ ભૂલ

સોમવાર, 2 જાન્યુઆરી 2023 (08:58 IST)
તમે મોટાભાગના ઘરોમાં મની પ્લાન્ટ લગાવેલા જોયા હશે.. જ્યાં કેટલાક લોકો ઘરની અંદર મની પ્લાન્ટ લગાવે છે તો કેટલાક લોકો તેને બહાર ગાર્ડનમાં કે બાલ્કનીમાં લગાવવાનું પસંદ કરે છે. આમ તો  લોકો ઘરને વધુ સુંદર બનાવવા માટે મની પ્લાન્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુ દોષથી બચવા માટે તમે તમારા ઘરમાં મની પ્લાન્ટ પણ લગાવી શકો છો. આવી સ્થિતિમાં, ચાલો આજે  મની પ્લાન્ટ વિશે જાણીએ.
 
આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે મની પ્લાન્ટ વિશે વાત કરીશું. આમ તો ઘરની સજાવટ માટે ઘણાં વૃક્ષો અને છોડ લગાવવામાં આવે છે, પરંતુ કેટલાક વૃક્ષો અને છોડ સજાવટ માટે તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે સારા હોય છે. આવો જ એક છોડ મની પ્લાન્ટ પણ છે. આ છોડ તમે મોટાભાગના ઘરોમાં જોયો જ હશે. લીલા રંગનો વેલાવાળો આ છોડ ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ કાયમ રહે છે. સાથે સાથે  ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ આવે છે અને ધનનો પ્રવાહ વધે છે. વાસ્તુની સાથે સાથે મની પ્લાન્ટનો છોડ પણ ઈન્ટિરિયરની દૃષ્ટિએ ખૂબ જ સારો છે.
 
મની પ્લાન્ટનો આ છોડ માત્ર સંપત્તિ જ નથી વધારતો પણ તમારા સંબંધોમાં પણ મધુરતા લાવે છે. તમે તેને ઘરની અંદર કે બહાર ગમે ત્યાં મૂકી શકો છો. જો તમે ઇચ્છો, તો તમે તેને એક કુડામાં લગાવી શકો છો, નહીં તો તમે તેને બોટલમાં પણ લગાવી શકો છો.
 
મની પ્લાન્ટ લગાવતી વખતે ન કરશો આ ભૂલ 
 
- મની પ્લાન્ટ ક્યારેય પણ ઉત્તર-પૂર્વ દિશામાં ન લગાવવો જોઈએ. આમ કરવાથી ઘરના સભ્યોને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. મની પ્લાન્ટ હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. આ દિશાને ભગવાન ગણેશની દિશા માનવામાં આવે છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
 
- વાસ્તુ અનુસાર મની પ્લાન્ટનો છોડ જેમ જેમ વધે છે તેમ વ્યક્તિની પ્રગતિ થાય છે. ધ્યાન રાખો કે મની પ્લાન્ટના છોડની વેલો ક્યારેય જમીનને સ્પર્શવી ન જોઈએ. જ્યારે તેનો વેલો નીચે આવે છે, ત્યારે પૈસાની ખોટ થાય છે.
 
- મની પ્લાન્ટને ક્યારેય સુકાવા ન દો. જો તેના પાંદડા સુકાઈ જાય અથવા પીળા થઈ જાય તો તેને તરત જ કાઢી નાખો. ડ્રાય મની પ્લાન્ટ ઘરમાં ખરાબ દુર્ભાગ્ય લઈને લાવે છે.
 
- વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટની લેવડદેવડ કરવી અશુભ છે.મતલબ કોઈને ગીફ્ટમાં ન આપવો  આવું કરવાથી શુક્ર ગ્રહ નારાજ થાય છે અને વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર