પૈસા કમાવવા જેટલા જરૂરી છે તેનાથી વધુ જરૂરી છે પૈસાને બચાવવા. ખોટા ખર્ચા કરવાની આદત ક્યારેક ભારે પડી શકે છે. ધનને બચાવીને નથી રાખતા તો અચાનક કોઈ વિષમ પરિસ્થિતિમાં તમે પરેશાનીમાં પડી શકો છો. બીજા સામે હાથ ફેલાવવો પડી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય બતાવ્યા છે જેનાથી તમે ધન અર્જિત અને સંચય કરવામાં સફળ થઈ શકો છો.
તિજોરી કે જ્યા ધન મુકતા હોય તેને દક્ષિણ દિશાની દિવાલથી ટેકીને એ રીતે મુકો કે તિજોરીનુ મોઢી ઉત્તર દિશા તરફ રહે. કોઈની પણ પાસેથી કોઈ વસ્તુ મફત ન લો. તેની કિમંત જરૂર ચુકવો. કોઈને દગો આપીને ધન કમાવવાથી પણ લક્ષ્મી માતા રિસાય જાય છે. તમારી આવકનો અમુક ભાગ ધાર્મિક કાર્યમાં જરૂર લગાવો. દાન કરતા રહો. ઘરમાં મુખ્ય દ્વાર હંમેશા સ્વચ્છ અને સજાવેલુ રાખવુ જોઈએ . ઘરના મુખ્ય દ્વાર પાસે ગણેશજીની તસ્વીર લગાવો.