વાસ્તુ ટિપ્સ - ઘરમાં નથી આવતો સૂર્યનો પ્રકાશ અને હવા તો...

રવિવાર, 12 એપ્રિલ 2020 (09:26 IST)
જે ઘરમાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી ત્યાં મોટેભાગે બીમારીઓ કાયમ રહે છે. . અંધારાવાળા  જગ્યાએ રહેતા લોકોની તબિયત વારેઘડીએ ખરાબ થાય  છે. વાસ્તુ શાસ્ત્રમાં સૂર્યદેવનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યુ છે. જે ઘરોમં સૂર્યદેવનો પ્રકાશ સતત પહોંચતો રહે છે ત્યા લોકો ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહે છે. 
 
સૂર્યદેવની શક્તિથી પૃથ્વી પર જીવન છે. ઘરમાં સૂર્ય દેવનો પ્રકાશ અને હવા બંને મહત્વપૂર્ણ છે. હંમેશા ધ્યાનમાં રાખો કે સૂર્યનાં કિરણો ઘરમાં આવતો રહે છે તેનુ સદૈવ ધ્યાન રાખો. દિવસે  ઘરની બારીઓના પડધા ખુલ્લા રાખવા જોઈએ, જેથી વધુને વધુ સૂર્ય પ્રકાશ ઘરમાં પ્રવેશી શકે. ઘરમાં કૃત્રિમ લાઇટ ઓછામાં ઓછી રાખવી જોઈએ. 
 
જો તમે કોઈ ચોક્કસ સ્થળે ઉર્જાને પ્રભાવિત કરવા માંગતા હો, તો પછી તમે એ સ્થાન પર  બે મીણબત્તીઓ પ્રગટાવીને  તે સ્થાનને ઊર્જાવાન બનાવી શકાય. ઘરના કોઈ પણ ઓરડાના પૂર્વ ભાગમાં મીણબત્તી પ્રગટાવવી વધુ સારું આરોગ્ય પ્રદાન કરે છે. ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં મીણબત્તીઓ પ્રગટાવવાથી પરિવારમાં સુખ શાંતિ કાયમ રહે છે.  સૂર્યોદય સમયની  કિરણો આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સૂર્યોદય સમયે ઘરના દરવાજા અને બારીઓ ખુલ્લા રાખો. એવી વ્યવસ્થા કરો કે  રસોડામાં અને બાથરૂમમાં સૂર્યપ્રકાશ પણ પહોંચી શકે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર