વાસ્તુ - ઘરમાં આ 14 વસ્તુઓ રાખવાથી વરસે છે ધન !

મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (19:27 IST)
આર્થિક રૂપથી પરેશાન રહો છો તો ચિતા કરવાને બદલે વાસ્તુ વિજ્ઞાનના આ ઉપાયને અજમાવો જેનાથી તમારી આર્થિક પરેશાની દૂર થઈ શકે છે. 

 
વાસ્તુવિજ્ઞાનમાં શ્રીયંત્રને ખૂબ શુભફળદાયી ગણાવ્યું છે. શ્રીયંત્ર દેવી લક્ષ્મીનું  યંત્ર છે. એને ઘરમાં સ્થાપિત કરવાથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને નૌકરી ધધામાં આવતી પરેશાની દૂર થાય છે. શ્રીયંત્ર જો સ્ફટિકનું  હોય તો વધારે પ્રભાવશાળી હોય છે. ધન વૈભવ સંબંધી પરેશાનીને દૂર કરવા માટે અને ઘરની ઉન્નતિ માટે શુકલપક્ષમાં કોઈ પણ શુક્ર્વારે કે પછી દિવાળીની રાત્રે  પારદ શ્રીયંત્રને પૂજા સ્થાનમાં સ્થાપિત કરી તેની નિયમિત પૂજા કરો. 
શંખને વાસ્તુ વિજ્ઞાન ઉપરાંત શાસ્ત્રોમાં પણ સુખ અને વૈભવ પ્રદાન કરનારું ગણાવ્યું છે. એમાં પણ સ્ફટિક  શંખનું અલગ જ  મહત્વ છે. પારદ(સ્ફટિક)  શંખને કુબેરનું  પ્રતીક ગણાય છે. કુબેર  મહારાજ દેવતાઓના ખજાનચી છે,  જેના ઘરમાં પારદ શંખ હોય છે તે ઘરમાં કુબેરની કૃપા બની રહે છે. આ વાસ્તુ દોષ દૂર કરીને ધન વૃદ્ધિ કરે છે. 
 
ઘર કે ઓફિસ બનાવતી વખતે કેટલાય  ઉપાય કરી લો એમાં કોઈને  કોઈ વાસ્તુ દોષ  રહી જ જાય છે. વાસ્તુદોષના કારણે આકાશીય ઉર્જા પ્રભાવિત થાય છે. જેથી સ્વાસ્થય અને આર્થિક સ્થિતિ પર પણ પ્રતિકૂળ અસર થાય છે. વાસ્તુ વિજ્ઞાન મુજબ ઘરમાં પારદના પિરામિડ રાખવાથી અજાણ્યો  કોઈ દૉષ હોય તે પણ દૂર થઈ જાય છે. અને ધન અને સ્વાસ્થય સંબંધી બધી રીતની પરેશાનીઓથી પણ લાભ મળે છે. 
 
લક્ષ્મી અને ગણેશને શુભ લાભ પ્રદાન કરનારા ગણાય છે.  વાસ્તુ વિજ્ઞાન મુજબ ઘરમાં પારદના લક્ષ્મી ગણેશની મૂર્તિ રાખવાથી ધન આગમનમાં આવતી બધી સમસ્યાઓ દૂર થાય છે.  
એવી માન્યતા છે કે ઘરમાં શિવલિંગ ન રાખવુ  જોઈએ. આથી  લોકો ઘરમાં લક્ષ્મીના ચરણ રાખે છે. પણ બીજા ચરણની જગ્યાએ સ્ફટિક ચરણની પૂજા કરાય તો વધારે ફળદાયી ગણાય છે. એવુ કહેવાય  છે કે આનાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. 
 
વાસ્તુ વિજ્ઞાન મુજન હનુમાનજીની પારદ મૂર્તિ ઘરમાં રાખવાથી શારીરિક અને માનસિક પરેશાનીઓ સિવાય ઉપરી  ચક્કરથી પણ મુક્તિ મળે છે. આથી શનિ અને રાહુના પ્રતિકૂળ પ્રભાવમાં કમી આવે છે. નિયમિત એની પૂજા થી મનોવાંછિત ફળની પ્રાપ્તિ પણ શકય છે. 
 
લાલ કિતાબમાં પારદની ગોળીને  કેતુના પ્રતિકૂળ પ્રભાવથી રક્ષા કરતુ ગણાવ્યું છે. પારદની એક નાની ગોળી હમેશા પાસે રાખો. આથી ખરાબ નજર અને જાદૂ ટોનાના પ્રભાવથી બચાવ થાય છે. આ આક્સ્મિક ઘટનાઓ અને દુર્ઘટનાથી પણ રક્ષા કરવામાં કારગર છે. 
 
છાત્ર અને શિક્ષાના ક્ષેત્રથી સંકળાયેલા લોકોને ઘરમાં સરસ્વતીની પારદ મૂર્તિ રાખવી જોઈએ. કલા જગતથી સંકળાયેલા લોકો માટે પણ દેવી સરસ્વતીની પારદ મૂર્તિ લાભપ્રદ હોય છે.  આ બૌધિક ક્ષમતાને વધારવાની સાથે કલાને નિખારવામાં પણઃ કારગર છે. 
 
માં દુર્ગા બધા બધા પ્રકારના ભયને દૂર કરતી  ગણાય છે.  દેવી દુર્ગાની પારદ  મૂર્તિ ઘરમાં રાખવાથી ભૂમિ સંબંધી મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. માણસ  સંપતિવાન અને સુખી થાય છે. જેના ઘરમાં દેવીની પારદ મૂર્તિ હોય છે તેના ઘરમાં ચોરી અને ઉપરી ચક્કરના ભય રહેતા નથી. 

 
પંચમુખી હનુમાનને ખૂબ ચમત્કારીક ગણાય છે. તંત્ર મંત્ર સિદ્ધિયો માટે હનુમાનજીના આ રૂપની આરધના કરાય છે. વાસ્તુવિજ્ઞાનના મુજબ પારદથી બનેલા પંચમુખી હનુમાન મૂર્તિ જેના ઘરમાં હોય છે ત્યાં આકસ્મિક ઘટનાઓ થતી નથી. ઉન્નતિના માર્ગમાં આવતી બાધાઓ દૂર થાય છે.  ધન સંપતિમાં વૃદ્ધિ થાય છે. 
 
કુમાર કાર્તિકેય મંગળ  ગ્રહના સ્વામી છે.  એમની પારદ મૂર્તિ ઘરમાં રાખવાથી માંગલિક દોષથી પ્રભાવિત માણસને લાભ મળે છે . કોર્ટ કચેરી બાબતમાં કાર્તિકેયની મૂર્તિ  ફળદાયી હોય છે. 
 
ધન સંપતિમાં વૃદ્ધિ માટે  તમે તમારા ઘરમાં દેવી લક્ષ્મીને પારદ ચોકી રાખી શકો છો.  પારદ લક્ષ્મી ચોકી પર શ્રીયંત્રની પૂજા કરવાથી દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં હમેશા ધન ધાન્ય રહે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર