તમારા બંધ કિસ્મતની ચાવી ઘરના કોઈ ખૂણામાં જ છિપાયેલી છે

બુધવાર, 4 મે 2016 (00:01 IST)
તમને ખબર નહી હોય કે તમારા જ ઘરનો એક ખૂણા એવો  પણ છે જ્યાં તમારા  બંધ  કિસ્મતની ચાવી છે.  વાસ્તુ મુજબ તમારા ઘરના એક ખૂણો એવો  છે  જ્યાં દરેક  સ્થાન સફળતા અપાવે  છે. તમારું  આખુ  ઘર વાસ્તુ શાસ્ત્ર અનુરૂપ જ હોવુ જોઈએ. જો ઘર વાસ્તુશાસ્ત્રના અનુરૂપ નહી હોય તો એ ઘરના લોકોને ઘણી સમસ્યાઓના સામનો કરવો પડે છે. વાસ્તુ મુજબ ઘરમાં ઈશાન ખૂણામાં પૂજન કરવા માટે ભગવાનની મૂર્તિની સ્થાપના કરવા કે ભગવાનની તસ્વીર લગાવવા માટે  વધુ  ઉત્તમ ખૂણો  ગણાય 
છે.  આ ખૂણૉ  તમારી દરેક ઈચ્છા  પૂરી કરી આપશે. 
 
વાસ્તવિકતામાં એનું  મુખ્ય કારણ એ  છે કે ઈશાન ખૂણો  એટલે ઉત્તર પૂર્વી ખૂણાને વાસ્તુ પુરૂષના માથુ ગણાય  છે અને ઈશાન ધન કુબેરનું  સ્થાન છે. આથી ઘરના ઉત્તર પૂર્વી ખૂણાને વાસ્તુ મુજબ સાત્વિક ઉર્જાઓનુ  મુખ્ય  સ્ત્રોત ગણાય છે.  ઈશાન ખૂણાના સ્વામી શિવ ગણાય છે. ઈશાન ખૂણો ઘરના બધા બીજા ક્ષેત્રોથી નીચો હોવો જોઈએ. આવા ઘરમાં સકારાત્મક ઉર્જાના નિવાસ હોય છે. પછી આ ઉર્જાઓ પૂરા ઘરમાં ફેલાય જાય છે સાથે જ ઉત્તર પૂર્વ  બૃહસ્પતિની દિશા છે. બૃહ્સ્પતિ ગ્રહ જીવનનું  કારક છે . બૃહસ્પતિને જ્યોતિષ મુજબ ધર્મ અને અધ્યાત્મના કારક ગ્રહ ગણાય છે.  આથી જો ઘરના આ ખૂણામાં પૂજા સ્થાન હોય તો આ ખૂણો એવો  છે, જ્યા તમારા બંધ કિસ્મતના તાળાની ચાવી છીપાયેલી છે. 
 
જો કોઈ ભવન ઈશાન દિશામાં હોય કોઈ દોષ છે- ઈશાન ખૂણા તૂટેલા છે, અહીં સડાસ, રસોઈ ઘર કે બીજા કોઈ દોષ છે તો એ માટે નીચે લખેલા ઉપાય કરવા જોઈએ.  
 
ઈશાન દિશામાં પીળા રંગના બલ્બના ઉપયોગ કરો. 
 
ગુરૂ-પુષ્ય નક્ષત્રમાં ઘરના મુખ્યદ્વાર પર લાલ દોરામાં ત્રણ દાના પંચમુખી રૂદ્રાક્ષના લટકાવો. 
 
 ઈશાન કોણના સ્વામી ભગવાન શિવ છે. ઈશાન કોણમાં પારદ શિવલિંગ સ્થાપિત કરો. 
 
અંગૂઠા પાસેની આંગળીમાં સોનાની  રિંગ ધારણ કરવાથી ઈશાન કોણના દોષ દૂર થાય છે. 
 
ઘરનું  પૂજાઘર કઈ દિશામાં હોવુ જોઈએ -  ક્યાં દેવી -દેવતા: શાસ્ત્રાનુસાર "એશાન્યા દેવ મંદિર" એટલે ઘરમાં દેવાલય કે દેવ મંદિર ઈશાન ખૂણામાં  હોવું  જોઈએ અને દેવતાઓની સ્થાપના એ  રીતે કરવી જોઈએ કે તેના મુખ મંડળ પશ્ચિમ દિશામાં રહે. 
વચ્ચે ભગવાન ગણેશની સ્થાપના કરો. 
 
ગણેશના જમણા હાથ તરફ  ભગવાન વિષ્ણુની સ્થાપના કરો. 
 
ગણેશના જમણા હાથ તરફ  ભગવાન શંકરની સ્થાપના કરો. 
 
ભગવાન વિષ્ણુના જમણા હાથ તરફ  સૂર્યદેવની સ્થાપના કરો.
 
ભગવાન શંકરના ડાબા હાથ તરફ દેવીની સ્થાપના કરો. 
 

વેબદુનિયા પર વાંચો