લગ્નના બંધનને સાત જન્મોનો સાથ માનવામાં આવે છે. આ અતૂટ બંધનમાં બંધાયા પછી પતિ પત્ની બંને જ નવા જીવનની શરૂઆત કરે છે. આખી વય સાથે રહેવાના આ બંધનમાં જો હંમેશા પ્રેમ અને વિશ્વાસ કાયમ રહે તોજીવનની રાહ ખૂબ જ સહેલી બની જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક સહેલા ઉપાય બતાવ્યા છે. જે જીવનની આ યાત્રાને ખુશીઓથી ભરી શકે છે.
- ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાનો પ્રેમ આદર્શ માનવામાં આવ્યો છે. નવદંપત્તિ પોતાના બેડરૂમમાં શ્રી રાધા-કૃષ્ણનુ ચિત્ર લગાવી શકે છે. આ ચિત્ર જો લાલ રંગના ફ્રેમમાં બનેલુ હોય તો આ ખૂબ જ સારુ રહેશે. લાલ રંગને પ્રેમ અને પવિત્રતાનુ પ્રતિક માનવામાં આવે છે. આ તસ્વીર બેડરૂમમાં એવા સ્થાન પર લગાવો જ્યા સવાર-સાંજ નજર પડે. તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ કાયમ રહેશે.