દરિદ્રતા દૂર કરવા તમારા ઘરમાં જરૂર કરો આ નાના-નાના ઉપાય

સોમવાર, 19 નવેમ્બર 2018 (17:42 IST)
વાસ્તુ મુજબ ઘરનુ મુખ્ય દ્વાર પૂર્વ કે ઉત્તર દિશામાં હોય તો શુભ રહે છે. જો તમારા ઘરનો દરવાજો એવો નથી તો મુખ્ય દરવાજા પર સોના ચાંદી તાંબા કે પંચ ઘાતુથી બનેલ સ્વસ્તિક લગાવો. એનાથી નકારાત્મક ઉર્જા ખતમ થશે અને સકારાત્મક ઉર્જા વધશે. 
- ઘરના મુખ્ય દરવાજા બહાર તુલસી મુકો. રોજ સવારે તુલસીમાં જળ ચઢાવો. સાંજે દીવો પ્રગટાવો. તેનાથી ઘરની દરિદ્રતા દૂર થઈ શકે છે. 
- પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસી લગાવવાથી પરિવારમાં આત્મવિશ્વાસ વધે છે.  એવુ કહેવાય રહ્યુ છે કે અગાશી પર તુલસી મુકવાથી ઘર પર વીજળી પડવાનો ભય રહેતો નથી. 
- વાસ્તુ દોષોથી બચવા માટે ઘરમાં તુલસી લગાવો અને તેની દેખરેખ કરો. 
-  જો કોઈ જરૂરિયાત વ્યક્તિને કે કોઈ બ્રાહ્મણને દાન કરવાનુ હોય તો ઘરની બહાર આવીને જ દાન કરવુ જોઈએ. 
- ચાલતી સમયે ક્યારેય પગ ઘસીને ન ચાલવુ જોઈએ. 
- હંમેશા પોતાની જ પેનથી હસ્તાક્ષર કરવા જોઈએ. 
-  ઘરમાં ફાલતુ સામાન, તૂટેલા-ફૂટેલા ફર્નીચર, રદ્દી, વીજળીનો ફાલતુ સામાન ન મુકશો. નહિ તો ઘરની શાંતિ દૂર થઈ શકે છે.  
- તિજોરીનું મોઢુ ઉત્તર કે પૂર્વ દિશામાં હશે તો ખૂબ શુભ રહે છે. 
- તિજોરીના દરવાજા પર કમળના આસન પર બેસેલ થયેલ મહાલક્ષ્મીનો ફોટો લગાવો. 
- રોજ સાંજે થોડી વાર માટે ઘરમાં રોશની કરવી જોઈએ. 
- રોજ ઘરના દરેક ખૂણાની પણ સારી રીતે સફાઈ કરવી જોઈએ.  તેનાથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. ઘરમાં સુખ-શાંતિ બતાવનારા સુંદર ફોટો લગાવવો જોઈઈ. કોઈ લડાઈ કે નકારાત્મક સંદેશ આપનારો ફોટો લગાવવાથી બચવુ જોઈએ. 
- ઘરની દિવાલોમાં દરારો પડી રહી હોય તો તેને ત્વરિત ઠીક કરાવી લેવી જોઈએ. દરારો વાસ્તુ દોષોને વધારે છે. 
- સાંજના સમય ઘરમાં દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર