વાસ્તુ - તમારુ જીવન બદલી શકે છે આ ઉપાયો

ગુરુવાર, 5 મે 2016 (06:06 IST)
1. રોજ સવાર સાંજ ઘરમાં દીપક પ્રગટાવો 
 
2. ઘનનો સંગ્રહ ન થઈ રહ્યો હોય તો "ૐ શ્રી નમ:" મંત્રનો જાપ કરો અને સૂકા મેવાનો ભોગ લક્ષ્મીજીને લગાવો 
 
3. ઘરના મુખ્ય દ્વાર પર સદા પૂર્વ કે ઉત્તરમાં જ બનાવો. જો એવુ શક્ય ન હોય તો ઘરના મુખ્ય દ્વાર પર 'સ્વસ્તિક'ની પ્રાણ પ્રતિષ્ઠા કરાવો.  આવુ કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ અને સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે.  
 
4. તુલસીને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મસ્તક પર સ્થાન આપ્યુ છે. તમારા ઘરની રક્ષા માટે ઘરના મુખ્ય દ્વાર પર તુલસીના છોડની પ્રાણ પ્રતિષ્ઠા કરાવો. સવારે તેમા જળ અર્પણ કરો અને સાંજે દિવો લગાવો.  
 
5. ઘરમાં સુખ અને શાંતિ જોઈતી હોય તો કોઈ દેવી દેવતાની એકથી વધુ સ્વરૂપવાળી મૂર્તિ કે તસ્વીર ઘરમાં ન મુકો. 
 
6. સાંજના સમયે ઓછામા ઓછી 15 મિનિટ આખા ઘરમાં લાઈટ જરૂર લગાવો. 
 
7. વીજળીના સ્વિચ, મોટર, મેન મીટર, ટીવી, કમ્યુટર વગેરે આગ્નેય કોણમાં જ થવી જોઈએ તેનાથી આર્થિક લાભ સુગમતાથી થાય છે. 
 
8. માનસિક શાંતિ મેળવવા માટે ચંદનથી બનેલ અગરબત્તી સળગાવો. તેનાથી માનસિક બેચેની ઓછી થાય છે. 
 
9. પરિવારની ખુશી અને સ્વાસ્થ્ય માટે આખા પરિવારનુ ચિત્ર (ફેમિલી ફોટો) લાકડીના એક ફેમમાં જડાવી ઘરમાં પૂર્વની દિવાલ પર લટકાવો 
 
10. ઘરની બેઠકમાં જ્યા ઘરના સભ્ય સામાન્ય રીતે એકત્ર થાય છે. ત્યા વાંસનો છોડ લગાડવો જોઈએ. ઝાડને બેઠકના પૂર્વ ખૂણામાં કુંડામાં મુકો. 

વેબદુનિયા પર વાંચો