Vastu tips - વાસ્તુના હિસાબે સજાવો ઘર

સોમવાર, 2 માર્ચ 2015 (17:44 IST)
શહરોમાં વધતી જનસંખ્યા અને જ્ગ્યાની અછતના કારણે વાસ્તુશાસ્ત્રોક્ત ભૂમિ અને ભવનનો મળવું તો અશ્કય થઈ ગયું  છે. શહરોમાં વિકાસ પ્રાધિકરણો દ્વ્રારા કરેલ પ્લાટ કે ફ્લેટ વાસ્તુ મુજબ નહી હોય છે. આ પ્લાટો કે ફ્લેટમાં વાસ્તુશાસ્ત્રોક્ત બધા કક્ષોનો નિર્માણ પણ શક્ય નહી હોય છે. આથી ન્યૂનતમ કક્ષોમાં પણ વાસ્તુશાસ્ત્રીય નજરે લાભ મેળવવા માટે ગૃહની આતંરિક સજ્જા માટે કક્ષમાં શું વ્યવ્સ્થા હોવી જોઈએ. 
 
મુખ્યદ્વ્રાર- ઘરના મુખ્ય દ્વ્રાર પર માંગલિક ચિન્હ જેમ કે ૐ સ્વાસ્તિકનો પ્રયોગ કરવો જોઈએ. ઘરમાં મુખ્યદ્વ્રાર જેવા બીજા દ્વાર ન બનાવા જોઈએ અને મુખ્ય દ્વ્રારને ફળ, પાંદડા, વેળ વગેરે ચિત્રોથી અલંકૃત કરવું જોઈએ. બૃહદવાસ્તમાળામાં કહ્યું છે.. મૂળદ્વાર નાન્યૈદ્વ્રારૈરભિસન્દધીત રૂપદર્યા ઘટફળપત્રપ્રથમાદિભિશ્ચ તન્મંગલેશિનિયાત. આ રીતે મુક્ય દ્વાર પર ક્યારે પણ વીભસ્ત ચિત્ર વગેરે નહી લગાવું જોઈએ. 
 
બૈઠક કક્ષ-  ઘરનો આ કમરો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કક્ષમાં ફર્નીચર, શો-કેસ અને બીજા ભારે વસ્તુઓ દક્ષિણ પશ્ચિમ કે નૈત્રૃત્યમાં રાખવી જોઈએ. ફર્નીચર રાખતા સમયે આ વાતનો ધ્યાન રાખો કે ઘર્નો માલિક બેસતા સમયે પૂર્વ કે ઉત્તરની તરફ મુખ કરીને બેસે. આ કક્ષમાં જો કૃત્રિમ પાણી કે ફુવારા કે એકવેરિયમ રાખવું હોય તો તેને ઉત્તર પૂર્વ ખૂણામાં રાખવું જોઈએ. ટીવી દક્ષિણ-પશ્ચિમ કે અગ્નિ ખૂણામાં રાખી શકાય છે. બેઠકમાં જ મૃત પૂર્વજોના ચિત્ર દક્ષિણ કે પશ્ચિમી દીવાર પર લાગવું જોઈએ. આ કક્ષની દીવારોને હળવું ભૂરો, વાદળી, પીળા, ક્રીમ, કે લીલા રંગના હોવું ઉત્તમ હોય છે. 
 
શયન કક્ષ- શયન કક્ષમાં ક્યારે પણ દેવી-દેવતાઓના ચિત્ર નહી લગાવું જોઈએ. આ કક્ષમાં પલંગ દક્ષિણી દીવારથી લાગેલું હોવું જોઈએ. સૂતા સમયે માથા દક્ષિણ કે પૂર્વમાં હોવું જોઈએ. જ્ઞાન પ્રાપ્તિ માટે  પૂર્વ ની તરફ અને ધન પ્રાપ્તિ માટે દક્ષિણની તરફ માથું કરીને સોવું યોગ્ય છે. શયન કક્ષમાં સૂતા સમયે પગ બારણા તરફ નહી હોવું જોઈએ. સૂતા સમયે જાતક ને ક્યારે પણ વાસ્તુ પદમાં તિર્યક રેખામાં નહી સૂવૂ જોઈએ. આવું કરવાથી જાતકને ગંભીર રોગો થઈ શકે છે. શયન કક્ષમાં અરીસો નહી હોવું જોઈએ. આથી આપસમાં કલહ થાય છે. આ કક્ષમાં દીવારનો રંગ હળવો હોવું જોઈએ. 
 
રસોઈઘર- રસોઈગૃહમાં ભોજન બનાવતા સમયે ગૃહિણીનો મુખ પૂર્વ કે ઉત્તર દિશાન ઈ તરફ હોવું જોઈએ. વાસણ, મસાલા, રાશન વગેરે પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. વિજળીના ઉપકરણ દક્ષિણ પૂર્વમાં રાખવા જોઈએ. ઝૂઠાવાસણ અને ચૂલ્હાની સ્લેબ જુદી હોવી જોઈએ. રસોઈઘરમાં દવાઓ નહી રાખવી જોઈએ.રસોઈઘરમાં કાળા રંગના પ્રયોગ નહી કરવું જોઈએ.
 
પૂજાઘર- ઘરમાં પૂજા ઘર કે પૂજાનો સ્થાન ઈશાન ખૂણામાં હોવું જોઈએ. પૂજા ઘરમાં મૂર્તિઓ કે ફોટો આ રીતે રાખવી જોઈએ કે તે સામે-સામે ના હોય ઘરમાં સાર્વજનિક મંદિઅરની રીતે પૂજા કક્ષમાં ગુમ્બદ, ધ્વજા, કલશ, ત્રિશૂળ કે શિવલિંગ વગેરે નહી રાખવું જોઈએ. મૂર્તિને બાર અંગુલથી વધારે ઉપર નહી રાખવી જોઈએ. પૂજા ગૃહ શયન કક્ષમાં નહી હોવું જોઈએ. જો શયનકક્ષમાં પૂજાનો સ્થાન બનાવવું મજબૂરી હોય તો ત્યાં પર્દાની વ્યવસ્થા કરવી જોઈએ. પૂજા ગૃહ હેતુ સફેદ, હળવું પીળો કે હળવો ગુલાબી રંગ શુભ હોય છે. 
 
સ્નાનગૃહ અને શૌચાલય - સ્નાનગૃહની આતંરિક વ્યવસ્થામાં નળને પૂર્વ કે ઉત્તરની દીવાર પર લગાવું જોઈએ જેથી સ્નાનના સમયે મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં હોય સ્સ્સ્નાનગૃહમાં વૉશ બેસિન ઈશાન કે પૂર્વમાં રાખવું જોઈએ. ગીજર અને સ્વીચ બોર્ડ વગેરે અગ્નિ કોણમાં હોવા જોઈએ. આથી સ્નાનગૃહમાં દક્ષિણ પૂર્વ કે ઉત્તરની દીવારમાં લગાવું જોઈએ. બાથટબ આ રીતે હોય કે નહાતા સમયે પગ દક્ષિણ દિશામાં ના હોય. બાથરૂમની દીવારો કે ટાઈલ્સનો રંગ હળવો નીલો, વાદળી, સફેદ કે ગુલાબી હોવું જોઈએ. શૌચાલયમાં  વ્યવસ્થા આ રીતે હોય કે શૌચમાં બેસતા સમયે મુખ દક્ષિણ કે પશ્ચિમમાં હોય. બીજી વ્યવ્સ્થા બાથરૂમના સમાન જ 
રાખવી જોઈએ. 
 
અધ્યયન કક્ષ- ઘરમાં અધ્યયન કક્ષનો સ્થાન ઈશાન કે પશ્ચિમ મધ્યમાં હોવું જોઈએ. ટેબલ અને ખુરશી આ રીતે રાખવી જોઈએ જેથી સ્નાનના સમયે મુખ ઉત્તર કે પૂર્વ દિશામાં હોય. પીઠના પાછળ દીવાર હોય પણ બારી કે બારણા ન હોવું જોઈએ.  
 

વેબદુનિયા પર વાંચો