શાસ્ત્રો મુજબ કાચબાને સકારાત્મકતા અને ઉન્નતિનુ પ્રતિક માનવામાં આવે છે. કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે કારણ કે સમુદ્ર મંથનના સમયે કાચબા સાથે લક્ષ્મીજી પણ ઉત્પન્ન થયા હતા. તેથી વાસ્તુ શાસ્ત્રમાં કાચબાને આટલુ મહત્વ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત કાચબાને ધનની દેવી સાથે જોડીને પણ જોવામાં આવે છે. જે ધૈર્ય શાંતિ સતતતા અને સમૃદ્ધિનુ પ્રતિક છે.