Vastu Tips - તુલસી લગાવતી વખતે વાસ્તુનું રાખો ધ્યાન, વધશે સમ્પન્નતા

શનિવાર, 1 જુલાઈ 2017 (15:21 IST)
હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. લગભગ દરેક પૂજામાં તેના પાનનો પ્રયોગ કરવામાં આવે છે. તુલસીમાં લક્ષ્મીનુ પ્રિય છોડ છે.  જાણો વાસ્તુ મુજબ ઘરમાં કયા સ્થાન પર તુલસીનો છોડ મુકવો જોઈએ. જેથી ઘરમાં ખુશીઓ વરસતી રહે... 
 
વાસ્તુ મુજબ ઘરમાં તુલસીનો છોડ ઉત્તર દેશા કે પૂર્વ દિશામા કે પછી ઉત્તર પૂર્વમાં લગાવવો જોઈએ. 
 
જો ઘરમાં કાચી જમીન ન હોય જેવી કે વર્તમાનમાં મોટાભાગના ઘરોમા હોતી નથી. આવામાં તમે તુલસીનો છોડ કુંડામાં લગાવીને તેને આ દિશાઓમાં મુકી શકો છો. 
 
હિન્દુ ધર્મમાં તુલસીને દૈવીય અવતાર માનવામાં આવે છે. આ છોડ ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. 
 
પારિવારિક ઝગડાઓ દૂર કરવા માટે તુલસીનો છોડ રસોઈ ઘર પાસે મુકવો જોઈએ. તેનાથી ઘરમાં શાંતિ આવે છે. 
 
જો ઘરમાં લાગેલી તુલસી સુકાય જાય તો તેને નદીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ.  આ શક્ય ન  હોય તો છોડને કુંડાની માટીમાં દબાવી દેવો જોઈએ. સુખી તુલસી ઘરના વિકાસમાં અવરોધ લાવે છે. 

વેબદુનિયા પર વાંચો