વાસ્તુ - આ ઉપાય તમને બનાવી શકે છે ધનવાન

સોમવાર, 17 સપ્ટેમ્બર 2018 (16:45 IST)
અનેકવાર આપણી પાસે પૈસાની કમી હોતી નથી છતા પૈસા દેખાતા નથી. ઘરમાં બરકત થતી નથી. પૈસા તો ખૂબ આવે છે પણ તેના આવતા પહેલા જ ખર્ચ થવાનો રસ્તો બની જાય છે.  જો તમે પણ આ પ્રકારની પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો આ ઉપાય તમારી મદદ કરી શકે છે.  ક્યારેક ક્યારેક આ મુશ્કેલી માટે વાસ્તુદોષ જવાબદાર હોય છે.  
 
જો ઘરમાં કોઈ પ્રકારન વાસ્તુદોષ હોય તો પણ ધનની બચત થઈ શકતી નથી. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય બતાવ્યા છે જેને અજમાવીને તમે ધનનો સંગ્રહ તો કરી જ શકો છો સાથે જ જો તમે આ ઉપાય સાચી રીતે કરશો તો કરોડપતિ પણ બની શકો છો. તો આવો જાણીએ આ ઉપાય વિશે.. 
 
-જો તમારો બેડરૂમ પ્રવેશ દ્વારની સામેની દિવાલના ડાબી બાજુના ખૂણા પર છે તો ત્યા ધાતુની કોઈ વસ્તુ લટકાવીને મુકી શકો છો. વાસ્તુ મુજબ આ સ્થાન ભાગ્ય અને સંપત્તિનુ ક્ષેત્ર માનવામાં આવે છે. 
 
- ઘરમાં તૂટેલા ફૂટેલા વાસણ અને કબાડ જમા ન કરો.  તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ધનમાં વૃદ્ધિ થતી નથી. 
 
- ધનમાં વૃદ્ધિ અને બચત માટે તિજોરી અથવા ધનને મુકવાની તિજોરીને દક્ષિણ દિવાલ પાસે એ રીતે મુકો કે તેનુ મોઢુ ઉત્તર દિશાની તરફ રહે. પૂર્વ દિશાની તરફ અલમારીનો મોઢુ હોય તો પણ ધનમાં વૃદ્ધિ થાય છે. પણ ઉત્તર દિશા ઉત્તમ માનવામાં આવી છે. 
 
- નળમાંથી પાણી ટપકતુ રહેવુ વાસ્તુશાસ્ત્રમાં આર્થિક નુકશાનનુ મોટુ કારણ માનવામાં આવ્યુ છે. ઘણા લોકો આ વાતને નજર અંદાજ કરી દે છે. વાસ્તુ મુજબ નળમાંથી પાણીનુ ટપકતુ રહેવુ ધીરે ધીરે ધન ખર્ચ હોવાનો સંકેત આપે છે.  જો નળમાંથી પાણી ટપકી રહ્યુ છે તો તેને તરત જ ઠીક કરાવો. 
 
 
- પાણીની નિકાસી અનેક વસ્તુઓને પ્રભાવિત કરે છે. જેના ઘરમાં જળની નિકાસી દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં થાય છે તેમને આર્થિક સમસ્યાઓ સાથે અન્ય અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ધ્યાન રાખો કે ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં જળની નિકાસીને આર્થિક દ્રષ્ટિએ શુભ માનવામાં આવી છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર