Vastu Tips: ઘરમાં મુકેલી આવી વસ્તુઓ હોય છે અશુભ, વાસ્તુ અનુસાર તેને બરાબર મુકો

બુધવાર, 2 સપ્ટેમ્બર 2020 (15:39 IST)
ઘરમાં કેટલીક એવી વસ્તુઓ પણ હોય છે જે વાસ્તુ મુજબ  યોગ્ય રહેતી નથી, જેના કારણે ઘણી સમસ્યાઓ થાય છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે ઘરમાં આવી જ કેટલીક વસ્તુઓ વિશે જે ઘરમાં અપશુકનતા લાવે છે. વાસ્તુ મુજબ આ બાબતો સમયસર સુધારવી જોઈએ. તેનાથી ઘરમાં અશુભ્રતા રહેતી નથી અને ઘરમાં ધન-સંપત્તિ વધે છે. ચાલો આવી વસ્તુઓ વિશે જાણીએ:
 
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની સામે કોઈ ઝાડ ન હોવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે આ તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ રોકે છે. ઘરના દરવાજા સામે કોઈ કૂવો પણ ન હોવો જોઈએ.
 
જો ઘરનો મુખ્ય દરવાજો ખરાબ છે તો તરત જ તેને સુધારી દો. એવું કહેવામાં આવે છે કે ઘરના મુખ્ય દરવાજામાં ખામી હોવાને કારણે ઘરમાં પૈસાની કમી રહે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. તો તરત જ ઘરનો દરવાજો સુધારી દો
 
ઘરની દક્ષિણ- પશ્ચિમ ખૂણામાં હંમેશાં ભારે પદાર્થ મૂકવો જોઈએ. કહેવાય છે કે આવુ કરવાથી રાહુ ગ્રહને ઠંડક મળે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ દિશામાં શૌચાલય બનાવવું જોઈએ નહીં. આ દિશામાં શૌચાલય બનાવવાથી ઘરમાં રાહુનો પ્રભાવ રહે છે. ઘરના લોકોને માનસિક સમસ્યા થાય છે.
 
ઘરના વચ્ચેનુ કેન્દ્ર એટલે કે એ મધ્ય સ્થાન હંમેશા ખાલી રાખવુ જોઈએ. આ સ્થાન પર ભારે સામાન મુકવો કે ગંદકી કરવી અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરના સભ્યોને પરેશાની થાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર