વાસ્તુ ટિપ્સ - ખોટી દિશામાં બનેલ રસોડુ રાખે છે ગૃહિણીને બીમાર

સોમવાર, 4 નવેમ્બર 2019 (12:10 IST)
રસોડુ ઘરનુ એક એવુ સ્થાન છે જ્યા ઘરની ગૃહિણી વધુ સમય વિતાવે છે.  પણ જો આ રસોડામાં કોઈ વસ્તુ વાસ્તુના વિરુદ્ધ મુકવામાં આવી હોય તો તે ગૃહિણીના આરોગ્ય પર ખરાબ અસર કરે છે.  જીવનમાં ખુશહાલી બની રહે એ માટે તમારા ઘરનુ રસોડું વાસ્તુ દોષથી મુક્ત હોવુ જરૂરી છે.   ઘરથી અપ્ણ વધુ જરૂરી છે આપણુ રસોઈ ઘર.. રસોઈઘરમાં વાસ્તુ દોષ હોય તો તેની અસર આખા પરિવાર પર પડે છે.  ખાસ કરીને ખોટી દિશામાં બનેલ કિચન ગૃહિણીના આરોગ્ય પર ખરાબ અસર નાખે છે. તો આવો જાણીએ કેવી રીતે 

રસોડાની દિશા -  વાસ્તુના હિસાબથી રસોડાનું નિર્માણ ઘરના દક્ષિણ પૂર્વ ભાગમાં હોવુ જોઈએ.   આ ઉપરાંત રસોઈ બનાવતી વખતે તમારુ મોઢુ દક્ષિણ કે પછી ઉત્તર દિશામાં હોવુ જોઈએ.  આવુ કરવાથી રસોડામાં બરકત કાયમ રહે છે. 
 
બીજુ છે રસોડાના દરવાજાની દિશા -  રસોડાનો દરવાજો ક્લોક વાઈસ ઉત્તરથી પૂર્વ દિશાની તરફ હોવો જોઈએ.  રસોઈ બનાવતી વખતે તમારી પીઠ દરવાજા તરફ ન હોવો જોઈએ.  આવુ કરવાથી ઘરમાં આવનારી લક્ષ્મીનુ અપમાન સમજવામાં આવે છે.  સાથે જ તેની અસર ગૃહિણી એટલે કે રસોઈ બનાવનારી સ્ત્રીના આરોગ્ય પર પડે છે. 
 
ત્રીજી વસ્તુ છે રસોડાનો સામાન -  રસોડામાં કોઈ બાજુનો ભારે સામાન કે પછી ઘઉં મુકવામાં આવનારુ કંટેનર ક્યારેય પ્ણ ઈશાન ખૂણામાં ન મુકશો. તેને મુકવા માટે દક્ષિણ પૂર્વનો ભાગ સૌથી બેસ્ટ માનવામાં આવે છે. 
 
રસોડાનો રંગ -  રસોડાનો રંગ ઘરના વાસ્તુ શાસ્ત્ર સાથે ખૂબ મેળ ખાય છે.   ઘરમાં બરકત કાયમ રાખવા માટે રસોઈ ઘરમાં હંમેશા શાંતમયી રંગોનો ઉપયોગ કરો.  જેવા કે પીળા રંગ કે પછી આછો આસમાની રંગ આકાશ સાથે મેળ ખાય છે.  આવામાં આ રંગ ઘરના વસ્તુને ઠીક રાખવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. 
 
ડાઈનિંગ ટેબલ - જો તમારુ ડાઈનિંગ ટેબલ રસોડામાં મુક્યુ છે તો તેને રસોડાના સેંટરમાં મુકો.. ડાઈનિંગ ટેબલ મુકવા માટે ઉત્તર-પશ્ચિમ દિશા જ પસંદ કરો. 
 
અને અંતમા જોઈશુ ગેસ મુકવાની દિશા - રસોડામાં ગેસ ચુલો હંમેશા સાઉથ ઈસ્ટ કોર્નરમાં મુકો.. ગેસ સાથે બીજા પણ અન્ય વીજળીના ઉપકરણો જો આ દિશામાં મુકવામાં આવે તો સારુ રહેશે. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર