વાસ્તુ - આટલુ કરશો તો તમારો વ્યવસાય બુલંદીઓ પર રહેશે...

શનિવાર, 16 મે 2015 (16:19 IST)
દરેક માણસના જીવનમાં કેરિયરનુ મહત્વ સૌતેહે વધુ હોય છે અને દરેક એ જ ઈચ્છે છે કે એ જે પણ કામ કરે તેમા સફળતાની બુલંદીઓ સુધી પહોંચે. આવામાં વાસ્તુશાસ્ત્રની મદદથી આપણે આપણા કેરિયરમાં સકારાત્મક ફેરફાર લાવી શકીએ છીએ. એ વાસ્તુ ટિપ્સ જેને અપનાવીને આપણે આપણા કેરિયરને ઊંચાઈઓ સુધી લઈ જઈ શકીએ છીએ. 
 
1. જો ઓફિસ ઘરમાં હોય - જો તમે તમારા ઘરમાં જ ઓફિસ ચલાવતા હોય મતલબ જો તમે વર્ક ફ્રોમ હોમ કરો છો તો ધ્યાન રકહો કે એ રૂમ તમારા બેડરૂમ સાથે જોડાયેલો ન હોય. સરકારી કે ખાનગી કોઈ પણ સંસ્થામાં ઉંચા પદ પર કામ કરી રહેલા લોકો માટે સારુ એ જ રહેશે કે તેમની ઓફિસ ઘરનાના પ્રવેશ દ્વારાથી દૂર રહે. 
 
 
2 . કેવી રીતે બેસશો ઓફિસમાં - યાદ છે બાળપણમાં તમારી દાદી કે મા વારેઘડીએ કહેતી હતી કે પગને વાંકા કરીને કે એક બીજા પર ચઢાવીને ન બેસવુ જોઈએ.  તમારા કાર્યસ્થાન કે ઓફિસમાં પણ આ સીખ સાચી સાબિત થાય છે.  ઓફિસમાં કામ કરતી વખતે સીધા પગ મુકીને બેસો અને પગને પણ સીધા રાખો. 
 
3. ઓફિસનુ ટેબલ કેવુ હોવુ જોઈએ - ઓફિસ સ્પેસમાં એવા ટેબલોનો ઉપયોગ ન કરવો જોઈએ જેમની કિનાર કે ખૂણો ખૂબ અણીદાર હોય. વાસ્તુ મુજબ આ પ્રકારના ટેબલ બિઝનેસ મીટિંગ માટે ખૂબ સારા નથી મનાતા.  સાથે જ અંડાકાર એલ શેપ અને યૂ શેપના ટેબલના ઉપયોગથી બચો.  ઓફિસ માટે ચોરસ ટેબલનો ઉપયોગ જ યોગ્ય માનવામાં આવે છે. 
 
4. કૉન્ફ્રેંસ રૂમ - જો તમે કોઈ મીટિંગ કે કૉન્ફ્રેંસમાં છો તો કોશિશ કરો કે તમારી સીટ કે ખુરશી રૂમના દરવાજાથી દૂર હોય.  આનાથી તમે વિધ્નોથી દૂર રહેશો. 
 
5. માથા પર બીમ ન હોય - વાસ્તુ શાસ્ત્ર મુજબ ઓફિસમાં કામ કરતી વખતે તમારા માથા પર છતની બીમ હોવી શુભ ન માનવમાં આવતી. જો આવુ છે તો તમારી સીટ કે ખુરશીને થોડી આમ તેમ શિફ્ટ કરી લો. 
 
6. ફૂલોને કરો પ્રેમ - તમારા વર્ક ડેસ્કની પૂર્વ દિશામાં એક ફૂલદાનમાં દરરોજ તાજા ફૂલ લગાવો. જો ફૂલોમાં કળીઓ પણ છે તો તે વધુ સારુ છે કારણ કે આ નવી શરૂઆતને બતાવે છે. સાથે જ ઓફિસની દક્ષિણ-પૂર્વ દિશામાં કેટલાક ઈંડોર પ્લાંટ્સ પણ મુકો. આનાથી આર્થિક વિકાસને પ્રોત્સાહન મળે છે. 
 
7. કેવી હોય લાઈટ વ્યવસ્થા - કોશિશ કરો કે તમારુ વર્કપ્લેસ અને તેની આસપાસ પુર્ણ અજવાળું હોય. તેનાથી સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન મળે છે. સારુ કામને પ્રોત્સાહિન આપવા માટે સારુ રહેશે કે તમે લાઈટોને દક્ષિણ દિશામાં લગાવીને રાખશો. 
 
8. ક્રિસ્ટલનો ઉપયોગ કરો - જો તમે ઈચ્છો છો કે તમને ઓફિસમાં દરરોજ નવી તકો મળે. કોઈપણ અવરોધ વગર સરળતાથી કામ થતુ રહે તો તો તમે ઓફિસમાં ક્વાર્ટ્ઝ ક્રિસ્ટલનો ઉપયોગ કરી શકો છો. 
 
9. મશીનોનુ સ્થાન - કોશિશ કરો કે ઓફિસમાં મશીનો. કમ્પ્યુટર અને ટેલિફોન વગેરેને દક્ષિણ પૂર્વ કોર્નરમાં મુકવામાં આવે. સાથે જ તેની સાથે જોડાયેલ તાર પણ દેખાવવા ન જોઈએ. 
 
10. કામ કરતી સમયે કામમાં તમારુ ધ્યાન લાગવુ ખૂબ જરૂરી છે. તેથી ઉત્તર દિશાની તરફ મોઢુ કરી કામ કરો. તેનાથી તમારી એકાગ્રતા અને ધ્યાન કામમાં કાયમ રહેશે.  
 

વેબદુનિયા પર વાંચો