વાસ્તુ ટિપ્સ - ગંદુ રસોડુ છે રાહુદોષનુ કારણ, આ 4 ઉપાયો કરશે દૂર

સોમવાર, 24 જૂન 2019 (01:13 IST)
રસોડુ એ એવુ સ્થાન છે જ્યા સારુ આરોગ્ય જ નહી પણ સુખ સમૃદ્ધિ સાથે પણ જોડાયેલુ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની બધા સ્થાનથી વધુ રસોડુ સ્વચ્છ રાખવુ જોઈએ. કારણ કે અવુ ન કરવાથી રાહુદોષ ઉત્પન થઈ શકે છે.   જેનાથી પરિવારના આરોગ્ય પર અસર પડવા સાથે જ તે નકારાત્મક ઉર્જાનુ પણ કારણ બને છે. 
 
કેવી રીતે જાણશો રસોડામાં રાહુ દોષ છે કે નહી 
 
આ માટે સૌથી પહેલી વાત છે  તૂટેલા દરવાજા અને અંધારા ખૂણા - વાસ્તુશાસ્ત્ર મુજબ રાહુ તૂટેલા દરવાજા ઉખડી ગયેલુ પ્લાસ્ટર દિવાલો પર પડેલી દરાર તૂટી ફુટી વસ્તુઓ અને અંધારા ખૂણામાં રહે છે. અને તેમાં નકારાત્મક ઉર્જા સૌથી વધુ હોય છે. 
 
લાંબુ રસોડુ પણ છે રાહુદોષનુ કારણ 
 
જો તમારુ રસોડુ ખૂબ લાંબુ છે તો તેનાથી પણ રાહુદોષ ઉભો થઈ શકે છે.  સાથે જ રસોડામાંથી નીકળનારો ધુમાડો પણ રાહુદોષનુ કાર્ણ બને છે.   આ ઉપરાંત જો રસોડાનો રંગ ફીકો થવા માંડે તો તેન ફરીથી પેંટ કરાવો કારણ કે તેનાથી વાસ્તુદોષ ઉભો થાય છે. 
 
રસોડામાંથી રાહુ દોષ ભગાડવાના ઉપાય 
 
સૌ પહેલા તૂટેલી વસ્તુઓને રિપેયર કરાવો - જો તમારા રસોડામાં કોઈ વસ્તુ તૂટી છે તો તેને ઠીક કરાવો અને અંધારા ખૂણામાં રોશનીની વ્યવસ્થા કરો. જેથી રાહુદોષ ઉભો ન થાય 
 
રસોડાને સારી રીતે કરો સ્વચ્છ 
 
રસોડાને હંમેશા સ્વચ્છ રાખો.  રાત્રે સૂતા પહેલા તેની સાફ સફાઈ કરો. એઠા વાસણ વોશ બેસિનમાં રાત્રે ન મુકશો. સવાર અને સાંજે ભોજન બનાવતા પહેલા રસોડામાં ધૂપ દીપ કરો. 
 
દૂધનુ ઉકળવુ - વાસ્તુ શાસ્ત્ર મુજબ જો રોજ દૂધ ઉભરાય જવુ પણ આનુ કારણ બને છે અને તેને અશુભ સંકેત પણ માનવામાં આવે છે. તેથી સારુ રહેશે કે તમે ધીમા તાપ પર દૂધ ગરમ કરો અને તેને ગેસ પર ઉભરવા ન દો. 
 
 
રસોડામાં હોવી જોઈએ યોગ્ય અજવાળુ - રસોડની સાફ સફાઈ કરવા છતા પણ કોકરોચ આમ તેમ ભાગતા દેખાય જાય છે તો તેનુ કારણ પણ રાહુદોષ હોઈ શકે છે. કીડા મકોડા ભગાડવા અને રાહુદોષને દૂર કરવા માટે ધ્યાન રાખો કે રસોડામાં યોગ્ય અજવાળુ આવવુ જરૂરી છે.  જો તમારા રસોડામાં દિવસે સારુ એવુ અજવાળુ હોય છે તો મતલબ રસોડુ વાસ્તુના હિસાબથી 100 ટકા યોગ્ય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર