આજે અમે આપને જણાવીશુ બાથરૂમને લગતી કેટલીક જરૂરી વાસ્તુ ટિપ્સ વિશે માહિતી.. કોઈપણ ઘરનુ બાથરૂમ એ ઘરના વાસ્તુમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. શુ તમે જાણો છો કે તમારા ઘરનુ લેટ બાથ તમારા જીવન પર સીધી અસર નાખે છે. જો બાથરૂમ યોગ્ય દિશામાં ન હોય તો આર્થિક તંગી અને બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. જાણો બાથરૂમ સાથે જોડયેલ કેટલાક ખાસ ઉપાય જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરી શકે છે પૈસાની તંગી દૂર કરી શકે છે અને ઘરને પોઝીટીવ બનાવી શકે છે.
લેટ બાથનો વાસ્તુદોષ - મોટાભાગના લોકો ઘરના બાથરૂમની સ્થિતિ પર વધુ વિચાર નથી કરતા. જ્યારે કે અનેકવાર બાથરૂમના વાસ્તુદોષની ખરાબ અસર આપણી આર્થિક સ્થિતિ પર પણ પડે છે. જો ઈશાન એટલે કે ઉત્તર પૂર્વમાં લેટ બાથ હોય તો ઘરમાં હંમેશા બીમારીઓ ઘર કરી લે છે. ઘરની આર્થિક સ્થિતિ પણ ઠીક રહેતી નથી. બધુ રહેતા પણ પૈસાની તંગી કાયમ રહે છે.
બાથરૂમનો દરવાજો બેડરૂમમાં ખુલતો હોય તો આ રાખો ધ્યાન
જો બાથરૂમનો દરવાજો બેડરૂમમાં જ ખુલે છે તો તેને હંમેશા ખુલ્લો મુકવાથી બચવુ જોઈએ. બાથરૂમની બહાર એક પડદો પણ લગાવી શકાય છે. બેડરૂમમા બાથરૂમ ન હોવુ જોઈએ. બેડરૂમ અને બાથરૂમની ઉર્જાઓનુ પરસ્પર આદાન પ્રદાન આપણા સ્વાસ્થ્ય માટે સારુ હોતુ નથી.