6 ટિપ્સ :- સક્સેસ કે પ્રમોશન માટે આ દિશામાં રાખો સિક્કાથી ભરેલો વાડકો

ગુરુવાર, 30 જૂન 2016 (13:01 IST)
ઘરની ઉત્તર-દક્ષિણ દિશામાં ધાતુના સિક્કાથી  ભરેલો વાડકો રાખવા જોઈએ. આ દિશા ઘરન નેતૃત્વની દિશા ગણાય છે. આ દિશામાં ધાતુના સિક્કાથી ભરેલા વાડકો રાખવાથી ઘરના લોકોને ઘણા લાભ મળે છે. 
ઘરમાં ફેમિલી ફોટા લગાડવા માટે દક્ષિણ -પશ્ચિમ દિશાને સૌથી શુભ ગણાય છે. આ દિશામાં ઘરના બધા સભ્યોની ફોટા લગાવવાથી દરેક કામમાં પરિવારના લોકોના સાથ મળે છે. 
ઘરના ધાબા પર બનેલી ટાંકી દક્ષિણ પશ્ચિમ દિશામાં જ હોવી જોઈએ. આ સિવાય કોઈ પણ બીજી દિશામાં બનેલી પાણીની ટાંકી અશુભ ગણાય છે. એવું ન હોય તો ટાંકી પર લાલ દોરા બાંધેલો ક્રિસ્ટલ લટકાવી દો. 
ઘરના દરેક સભ્યને આ વાતનું  ધ્યાન રાખવું જોઈએ કે રૂમના ગેટ સામે પગ કરીને ન સૂવો. આ વાસ્તુ મુજબ યોગ્ય નથી કહેવાતુ. આવું કરવાથી દરેક માણસને ધન સંબંધી પરેશાનીઓ બની રહે છે. 
ઘરના મંદિરમાં બીજા દેવતાઓ સાથે વાસ્તુ દેવનો પણ એક ફોટો કે મૂર્તિ સ્થાપિત કરો , એમની નિયમિત પૂજા કરવી જોઈએ. આવું કરવાથી વાસ્તુ દોષ જાતે જ  ખત્મ થવા માંડે  છે. 

વેબદુનિયા પર વાંચો