વાસ્તુ ટીપ્સ - વાસ્તુ સાથે સંકળાયેલું છે ઘરનું સુખ

શુક્રવાર, 18 જુલાઈ 2014 (15:49 IST)
શું તમને  એવું લાગે છે કે કોઈ તમારી ઈર્ષા કરી રહ્યુ છે ?  તમારા ઘણા દુશ્મનો છે ? હમેશા અસુરક્ષા અને ડરના વાતાવરણમાં રહો છો ? તો ઘરની દક્ષિણ બાજુ પર જો કોઈ જળનું  સ્થાન હોય તો તેને ત્યાંથી દૂર કરો.   
 
સાથે એક લાલ મીણબત્તી અગ્નિ ખૂણામાં અને એક લાલ  અને પીળી મીણબત્તી  દક્ષિણ ખૂણામાં  રોજ સળગાવવાનું શરૂ કરી દો. 
 
જો તમારા  ઘરમાં  યુવાન પુત્રી છે અને તેનું  લગ્ન નથી થઈ રહ્યુ તો એક ઉપાય કરો .એના બેડ પર એક પીળા રંગની ચાદર પાથરો અને તેને ત્યાં સૂવાનુ કહો. આ ઉપરાંત  બેડરૂમમાં દિવાલો પર હળવા રંગકરો.  છોકરીનો બેડરૂમમાં વાયવ્ય ખૂણામાં હોવો જોઈએ.  
 
જો તમારા પુત્ર અથવા પુત્રી અભ્યાસમાં નબળા છે તો તેને સલાહ આપો કે તે ઈશાન ખૂણા તરફ મુખ કરી વાચન કરે વાચતા બેસતા પહેલા એ રૂમમાં દક્ષિણ દિશામાં એક મીણબત્તી સળગાવો જે લાલ રંગની હોવી જોઈએ. રોજ સ્ટડી રૂમમાં આવો પ્રયોગ કરવાથી બાળકોની એકાગ્રતા વધે છે. 
 
તમારા ઘરમાં તણાવ અને ચિંતા રહે છે તો  મનની શાંતિ માટે વાદળી રંગના સોફાસેટનો પ્રયોગ કરો. દિવાલો પર પણ હળવો રંગનો શેડ કરવો . પરિવર્તન આવશે. 

વેબદુનિયા પર વાંચો