ઘરમાં ધનની વર્ષા થવા માંડશે, જો ત્યાંથી તરત જ દૂર કરશો આ ...

સોમવાર, 22 ઑગસ્ટ 2016 (15:50 IST)
આપણે  બધા ઈચ્છીએ છીએ કે આપણુ  ઘર એવુ  બન્યું હોય, જે સંપૂર્ણ રીતે વાસ્તુ પ્રમાણે  હોય અને ઘરમાં હમેશા સકારાત્મકતા આવે અને એમાં રહેતા દરેક માણસનું પ્રમોશન થાય. તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે અજમાવો આ ઉપાય પણ ઘણી વાર એવો હોય છે કે આપણુ  ઘર તો વાસ્તુ હિસાબે જ બનેલું હોય છે પણ આપણે તેમા મુકેલી કેટલીક વસ્તુઓ પર ધ્યાન નથી આપતા, જે આપણા ઘરના વિનાશનુંં  કારણ બની જાય છે.  વાસ્તુ  મુજબ ઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે,  જેની અસર સીધી તમારા પૈસા પર પડે છે.  આ વસ્તુઓને હટાવવા પર જો ધ્યાન ન આપ્યું તો તમે ક્યારે ગરીબીના રાસ્તે પહોંચી જશો એ તમને ખબર  નહી પડે. જાણો, ઘર તમારું કેવું પણ હોય, પણ  એમાં આ વસ્તુઓની સફાઈ કરશો તો,  તમે જીવનભર ખુશ અને પૈસાવાળા બની રહેશો.  આવો જાણીએ કઈ છે એ વસ્તુઓ ... 

 

કબૂતરનો માળો  
એવુ  કહેવાય છે કે ઘરમાં કબૂતરનો માળો હોવાથી ગરીબીની સાથે-સાથે ઘરમાં અસ્થિરતા પણ આવી જાય છે. જો તમારા ઘરમાં આવો માળો હોય તો એને ઘરમાંથી દૂર રાખો. 
 

મધપુડો  તમારા માટે ખતરનાક હોવા ઉપરાંત આ ઘરમાં દુર્ભાગ્ય અને ગરીબીને આકર્ષિત કરે છે. એને ઘરમાંથી જેટલુ બને તેટલુ જલ્દી દૂર કરો. 

કરોળિયાના જાળ તમારા જીવનમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓનો સંકેત છે... તેથી એને તરત જ હટાવી દો અને તમારા ઘરને સાફ કરો. 

તૂટેલો અરીસો 
આ ન માત્ર ખરાબ વાસ્તુના પ્રતીક છે, પણ આ ઘરમાં નેગેટિવ ઉર્જાને પણ આકર્ષિત કરે છે. જેથી ઘરમાં ગરીબી બની રહે છે. તેથી ઘરમાં તૂટેલો અરીસો ક્યારેય રાખી મુકશો નહી... 

દીવાલમાં દરાર 
દીવાલમાં દરાર  છે તો તરત જ ઠીક કરાવો નહી તો ઘરમાં ગરીબી આવે છે. 

ટપકતો નળ 
ટપકતો નળ પાણી વેસ્ટ કરવા ઉપરાંત ઘરની સકારાત્મક ઉર્જાને ઘરના બહાર ખસેડવાનું  કામ કરે છે.  

ઘરના ધાબા પર રાખેલો કબાડ 
હમેશા લોકોના ઘરના ધાબા પર કચરો કે જૂનુ ફર્નીચર પડેલું હોય છે. જેને તરત જ સાફ કરવો જોઈએ નહી તો ગરીબી વાસ કરવા લાગે છે.  

સૂકી પાંદળીઓ 
ઘરમાં લાગેલા ઝાડ-છોડની સૂકી પાંદળીઓને કાપીને જુદી કરી નાખો. સાથે જ ઘરના આંગણમાં ઘાસ કે પડ્યા હોય તેને ઝાડૂ દ્વારા સાફ કરીને બહાર દો નહી તો ગરીબી આવી શકે છે. 

જૂના પૂજાના ફૂલ

રોજ ભગવાનની પૂજા કરતી વખતે જે ફૂલ તમે એમને ચઢાવો છો. એ બીજા દિવસે જૂના થઈ જાય છે. એ જગ્યાને રોજ સાફ કરીને ફૂલોને હટાવી દો. નહી તો તેનાથી ઘરમાં ગરીબી વાસ કરવા લાગે છે. 

લૂઝ તાર 
ઘરમાં લૂઝ કે ખરાબ તાર ન રાખવા જોઈએ કે પછી ઘરના કોઈ પણ ઈલેકટ્રીક અપલાયંસ જો કામ કરવા બંધ  કરી દે તો એને તરત જ રિપેયર કરાવી કે પછી એને ઘરમાંથી હટાવી દો. 
 

વેબદુનિયા પર વાંચો