નવું ઘર લેતા પહેલા એક વખત તેની પર નજર મારી લેવી જોઈએ કે નવું ઘર તમારા માટે શુભ રહેશ કે અશુભ. તે તમારા માટે કેટલું ઉન્નતિકારક રહેશે. આ હેતુ ખાતર ઘરની ' આવક અને નુકશાન' ની તુલના કરવામાં આવે છે.
આવકની ગણના : ઘરનું ક્ષેત્રફળ કાઢો. આ ક્ષેત્રફળને 8 વડે ભાગી દો. જે સંખ્યા બાકી રહે તેને આવક સમજવી જોઈએ. જો બાકી રહેલી સંખ્યા 1,3,5,7 છે તો ઘર તમારા માટે સુખ સમૃદ્ધિ લાવશે પરંતુ જો 0,2,4,6,8 આવે તો ઘર અશુભ કે ધનની હાનિ કરનાર હોઈ શકે છે. આવામાં ઘરના 'બિલ્ટ અપ એરિયા'માં પરિવર્તન કરીને શુભ આવકને સ્થાપિત કરી શકાય છે.
નુકશાનની ગણના : ઘરના ક્ષેત્રફળને 8 વડે ગુણ્યા બાદ 27 વડે ભાગી દો. આ સંખ્યા ઘરનું ગૃહ નક્ષત્ર બતાવશે. આ સંખ્યાને 8 વડે ભાગી દિધા બાદ બાકી રહેલી સંખ્યા 'વ્યય' કહેવાશે. જો 'આવક'ની સંખ્યા 'વ્યય' કરતાં વધારે છે તો શુભ માનવામાં આવે છે જો આવક અને વ્યય સરખી હોય કે આવક કરતાં ઓછી હોય તો તે ઘર ક્યારેય પણ તમારી ઉન્નતિ નહી થવા દે. આવા ઘરમાં પરિવર્તન કરવું ખુબ જ જરૂરી છે.
ઉદાહરણ : એક ઘરનું ક્ષેત્રફળ 997 વર્ગફુટ છે. આની આવકની ગણના નીચે અનુસાર કરશો.
અહીંયા આવક-વ્યયને જોઈએ તો વ્યય આવક કરતાં વધારે છે તેથી ઘર ધન અને સમૃદ્ધિદાયક નહી રહે. ઘર બનાવતાં પહેલાં આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી કરીને નવું ઘર તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે.