વાસ્‍તુનો ઘરમાં પ્રયોગ.

રવિવાર, 3 જૂન 2007 (08:52 IST)
દુનીયાનો છેડો એટલે ઘર. અને તેના કારણે જ માણસ પોતાના ઘરમાં શાં‍તી ઇચ્‍છા રાખે છે. પરંતુ ઘણી વખત ઘરમાં સંપુર્ણ શાંતીનો અભાવ જોવા છે. તેનું કારણ વાસ્‍તુનો દોષ હોઇ શકે છે.

જેવી રીતે સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહો માનવીના મન પર અસર કરે છે તેમ દિશાઓ તથા પ્રકૃતિ આપણા શરીર, મન પર અસર કરે છે. વાસ્‍તુશાસ્‍ત્ર પ્રમાણે આપણા ઘરમાં થોડો ઘણો ફેરફાર કરવાથી કે તેનું પાલન કરવાથી ઘણું બધુ પરીવર્તન આવી શકે છે.

વાસ્‍તુશાસ્‍ત્ર પ્રમાણે ઘરનું પ્રવેશ દ્વાર શક્ય હોય તો લાકડાનું જ રાખવું જોઇએ. વળી દરવાજા ઉપર દેવી-દેવતાઓ તથા શુભ સંકેત ના ચિત્રો રાખવા જોઇએ. જે નકારાત્‍મકતાને ઘરમાં પ્રવેશ કરતા રોકે છે.

ઘરમાં પ્રવેશતા ડ્રોઇંગરૂમ આવે છે. આ રૂમનું ફર્નિચર લાકડાનું હોય વધારે સારૂ છે. મુખ્‍ય દ્વારમાં થી ડ્રોઇંગરૂમમાં પ્રવેશ કરી ત્‍યારે સામે નજરમાં સુંદર મૂર્તિ કે ચિત્ર આવે તે જરૂરી છે. આહીં હિંસક કે રૌદ્ર ચિત્ર કે મૂર્તિ રાખવી નહીં. આ રૂમમાં કુદરતી હવા-ઉજાસની યોગ્‍ય વ્‍યવસ્‍થા જરૂરી છે.

બેડરૂમમાં પણ ડ્રોઇંગરૂમની જેમ લાકડાનું ફર્નિચર હોવું જોઇએ. પલંગ એવી રીતે રાખવો જોઇએ કે માથની દિશા ઉત્તરમાં ન રહે. ચિત્રો પ્રેમના પ્રતીક સમા હોવા જોઇએ. અહીં હળવું શાંત સંગીતની વ્‍યવસ્‍થા હોય તો અતી સુંદર છે.

પૂજા ઘર (મંદિર)ની દિશા પશ્ચ‍િમ હોય તો વઘારે સારૂ. જેથી પૂજા કરનાર નું મુખ પૂર્વ દિશામાં આવે. પૂજારૂમની દિવાલોનો રંગ હમેશા સૌમ્‍ય હોવો જોઇએ. સફેદ હોય તો વધારે સારૂ.

બાળકોના અભ્‍યાસનું ટેબલ એવી રીતે રાખવું કે બાળકનું મુખ ઉત્તર કે પૂર્વ દિશામાં રહે. બાળકોના રૂમમાં તેના બુટ કે ચંપલ ન રાખવા.

રસોડામાં ચુલા (ગેસ)ની દિશા પૂર્વ કે દક્ષિણમાં રાખવી જોઇએ. પ્લેટફોર્મ ગુલાબી કે સફેદ પથ્થરનું રાખવું જોઇએ.

દરેક મકાનમાં નાનો પણ સુંદર બગીચો જરૂરી છે. આપણે જ્યારે મુખ્‍ય દ્વારમાથી બહાર નીકળીએ ત્‍યારે સામે તુલસીનો ક્યારો આવે તેવી રીતે તુલસીનો ક્યારો રાખવો જોઇએ. બગીચામાં રંગ-બેરંગી ફૂલોના છોડવાઓ રાખવા પરંતુ ક્યારેય રણ પ્રદેશમાં થતા કાંટા વાળા રોપાઓ ન રાખવા.

વેબદુનિયા પર વાંચો