વાસ્તુશાસ્ત્રની અંદર બેડરૂમનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે કેમકે માણસ તેના જીવનનો ત્રીજો ભાગ બેડરૂમની અંદર જ પસાર કરે છે. યોગશાસ્ત્રમાં ઉંઘના સમય અને અવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.આની અંદર જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય ચાર અવસ્થાઓ વર્ણવી છે.
વાસ્તુશાસ્ત્રની અંદર લાકડા માટે સ્પષ્ટ નિર્દેશ છે કે વૃક્ષના આયુષ્યનું પરિક્ષણ કરીને જ તેનો પ્રયોગ કરવો જોઈએ. દક્ષિણ ભારતના ગ્રંથોમાં શૈયા માટે ચંદનના લાકડાના પ્રયોગને પણ યોગ્ય ઠેરવ્યો છે.
શૈયાના માપ વિશે કહેવાય છે કે શૈયાની લંબાઈ ઉંઘનારી વ્યક્તિ કરતાં વધારે હોવી જોઈએ. પલંગની અંદર લાગેલો કાચ વાસ્તુની દ્રષ્ટિએ દોષ છે કેમકે ઉંઘનારી વ્યક્તિને જ્યારે તે સુઈ જાય તે વખતે જો તેનું પ્રતિબિંબ દેખાય તો તેનું આયુષ્ય ઓછુ થાય છે તેમજ રોગને નિમંત્રણ આપનાર હોય છે.
બેડરૂમ અને વાસ્તુ : ઘર કે પ્લોટના ચારેય ખુણાની રેખાઓને એકબીજાની સાથે મેળવવાથી ગુણાના આકારમાં જે બે રેખાઓ આવતી હોય તે સ્થાન આખા ઘરના વસ્તુનો અંશ ને કરોડરજ્જુ છે. આ મર્મ સ્થળો પર ભુતળ કે કોઈ પણ ફ્લોર પર અગાસી પરથી પસાર થતો થાંભલો, બીમ, લોખંડનો સળિયો, સેપ્ટિક ટૈંક, સીવેજ લાઈન હશે તો ઘરની અંદર અસાધ્ય રોગો પ્રવેશ કરી લે છે. ધ્યાન રાખો કે સુવાના બેડને દિવાલની સાથે અડકાળીને ક્યારેય પણ ન મુકશો. રૂમની અંદર દર્પણને એવી જગ્યાએ રાખો જ્યાં તમે સુતા હોય તો તમારૂ પ્રતિબિંબ તેની પર પડે નહિ.
ફ્રિઝને પણ બેડરૂમની અંદર ન રાખશો.
સુવાના રૂમની અંદર સાઈડ ટેબલ પર દવા રાખવાનું સ્થળ ન હોય. જે જરૂરી દવાઓ હોય તેને પણ સવારે ત્યાંથી લઈ લો અને બીજી જગ્યાએ મુકી દો.