ઘર બનાવવાની શરૂઆત વદમાં કરવી જોઈએ. ફાગણ, વૈશાખ, મહા, શ્રાવણ અન કારતક મહિનાની શરૂઆતમાં કરવામાં આવેલ ગૃહનિર્માણ ઉત્તમ ફળ આપે છે.
ક્યારે શરૂઆત ન કરવી : મંગળવાર અને રવિવાર, પ્રતિપદા, ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી, અમાવસ તિથિઓ, જેષ્ઠા, રેવતી, મૂળ નક્ષત્ર, વ્રજ, વ્યાઘાત, શૂળ, વ્યતિપાત, ગંડ, વિષકુંભ, પરિઘ, અતિગંડ, યોગ- આમાં ઘરનું નિર્માણ કે કોઈ જીર્ણોદ્ધાર ભુલથી પણ ન કરવો જોઈએ નહીતર ઘર ફળદાયી નથી થતું.
સૌથી સારા યોગ : શનિવાર, સ્વાતિ, નક્ષત્ર સિંહ લગ્ન, વદ, સાતમ, શુભ યોગ અને શ્રાવણ મહિનો આ બધા જ એક જ દિવસે ઉપલબ્ધ થઈ શકે તો આવુ ઘર દૈવી આનંદ અને સુખોની અનુભૂતિ કરાવનાર હોય છે.