વેલેંટાઈન ડે ને પ્રેમ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આમ તો વ્યક્તિ દરેક દિવસ પ્રેમનો એકરાર કરે છે. પણ વેલેંટાઈનને કંઈક ખાસ રીતે ઉજવાય છે. 14 ફેબ્રુઆરી વેલેંટાઈન ડે ના દિવસે આ વખતે મહાશિવરાત્રિ આવી રહી છે. આ દિવસે મહાશિવરાત્રિ પડવાને કારણે કંઈક ખાસ શુભ સંયોગ બની રહ્યો છે. આ ખાસ સંયોગ અનેક રાશિઓ માટે અત્યંત ફળ આપવારો સાબિત થશે.
મિથુન - મિથુન રાશિના જાતકો પર શુક્રનો પ્રભાવ રહે છે. શુક્રના પ્રભાવને કારણે આ રાશિના લોકોની વિશેષતા એ હોય છે કે આ પ્રેમ વહેંચવામાં આગળ રહે છે. આ રાશિના લોકો પ્રેમ ભર્યા વાતાવરણ રહેવુ ખૂબ પસંદ કરે છે. શુક્રના ગોચરના પ્રભાવને કારણે આ વેલેન્ટાઈન ડે પર મિથુન રાશિના લોકોની દોસ્તી અને પ્રેમમાં ચાર ચાંદ લાગવાના છે. સાથે જ આ દિવસે તમને કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે જેને મળવાની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. આ દિવસે તમારો સાથે કોઈ મોટા સરપ્રાઈઝ સાથે તમારી સામે આવી શકે છે.
કુંભ - જ્યોતિષ મુજબ કુંભ રાશિના જાતકો પર શુક્રનો પ્રભાવ વધુ રહે છે. શુક્રના પ્રભાવને કારણે કુંભ રાશિના જાતક પ્રેમ અને સૌદર્યના પ્રતિક માનવામાં આવે છે. શુક્રનુ ગોચર કુંભ રાશિમાં હોવાને કારણે આ રાશિના જાતકોનુ ભાગ્ય બદલવાનુ છે. આ વેલેંટાઈન ડે પર કુંભ રાશિના જાતકોના નસીબમાં સાચો પ્રેમ આવવાનો છે. એટલુ જ નહી આ વેલેંટાઈન ડે પર મળનારો સાચો પ્રેમ તમને જીવનભર માટે મળશે.