એકબીજાને સમજો - તમારે તમારા પાર્ટનરને સમય આપવાની સાથે તેની ભાવનાઓને પણ સમજવી પડશે. આના માટે તમારે તમારા પાર્ટનરને એ હદ સુધી સમજવો પડશે કે તેના વગર કહ્યે જ તેની વાતો તમે આરામથી સમજી જાઓ. ઘણીવાર તમારો પાર્ટનર પરેશાન હોય છે જેનાથી તે પોતાની વાતો શેર નથી કરી શકતો. આવામાં જરૂરી છે કે તમે તેણે ન કહેલી વાત પણ સમજી લો.
એકબીજાનું સન્માન કરો - જો તમે એકબીજાનો આદર કરશો અને એકબીજાના કામને મહત્વ આપશો તો અચૂક તમારા સંબંધો વધુ ઊંડા બનશે. ઘણીવાર તો સંબંધમાં ખટાશનું કારણ એ હોય છે કે તમે એકબીજાની કાર્યશૈલીને નથી સમજી શકતા અને તેને મહત્વ નથી આપતા. એટલું જ નહીં તમારા પાર્ટનરના કામમાં તેની મદદ કરી શકો છો. આનાથી તમને તેની વધુ નિકટ જવાનો મોકો મળશે.