વેલેંટાઈનના દિવસે મોકલો સાથીને સંદેશ

નજરને નજર મળીને પ્રેમ થઈ ગયો,
જે દિલને વર્ષો સુધી સાચવ્યુ તેને એ ક્ષણમાં લઈ ગયો !!!

  N.D

હા, મિત્રો લો આવી ગયો આશિકાનો મોસમ. ફરીથી દિલમાં પ્રેમની ઝંકાર ખનકવા માંડી છે. આ ઋતુ એવી છે કે દરેકના મનમાં પ્રેમ જાગી જાય છે. જેઓ યુવાનીના ઉંબરે પગ મુકી રહ્યા છે તેમના મનમાં પ્રેમની કૂંપળો ફૂટે છે અને જેઓ આ વય વિતાવી ચૂક્યા છે તેમને પણ પોતાના પ્રેમના એ દિવસો યાદ આવી જાય છે.

ચારે બાજુ ગુંજી રહ્યા હોય પ્રેમના મધુર ગીતો એવા સમયે આપ કેમ ચુપચાપ બેસ્યા છો ? આજનો દિવસ ફક્ત પ્રેમ કરનારાઓનો છે. આજે તમારા પ્રેમને શબ્દો આપો. કારણ કે હવે એ જમાનો નથી રહ્યો કે તમે કોઈને તમારા જીવ કરતા પણ વધુ પ્રેમ કરતા હોય અને સામેવાળી વ્યક્તિને આની ખબર જ પડે. આજના પ્રેમને વાચા આપવી જરૂરી છે. એવી વ્યક્તિ જે તમને સૌથી અલગ લાગતી હોય, જે તમને ખૂબ જ ગમતી હોય તો લખી દો તેના નામ પર એક સંદેશ.

વેબદુનિયાના મંચ પરથી મોકલેલો તમારો સંદેશ તમારા હમદમનો એકરાર બની જાય. બસ, ત્રણ શબ્દો જ નહી કહી નાખો એ બધુ જ જે તમે તેને કહેવા માંગો છો. કદાચ બની શકે તમારો પ્રેમ બેચેન થઈને તમારી પાસે દોડી આવે.

તમારા વેલેંટાઈન સુધી સંદેશ મોકલવા માટે તમારી મદદે આવ્યુ છે વેબદુનિયા. તમારો સંદેશ ગુજરાતી કે અંગ્રેજીમાં મોકલી શકો છો. પ્રથમ લખો તમારા વેલેંટાઈનનુ નામ, પછી લખો સંદેશ અને પછી લખો તમારુ નામ.