ભ્રહ ચક્રમાં સૂર્યને પિતા અને આત્માનો કારક માનવામાં આવે છે. સૌર્ય મંડળમાં સૂર્ય જ જીવનનુ કારણ છે. પૃથ્વી પર ઋતુ અને વાતાવરણ અને વર્ષા અને જીવન ચક્રને સૂર્ય જ સંચાલિત કરે છે. શાસ્ત્રોમાં સૂર્યના 12 સ્વરૂપોનુ વર્ણન કરવામાં આવ્યુ છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે. ત્યારે અંશુમાન સ્વરૂપમાં પૂજવામાં આવે છે. આ જ દસમાં આદિત્ય છે સૂર્યનું દસમું સ્વરૂપ સંસારને વાયુ રૂપમાં પ્રાણ તત્વ આપીને દેહમાં વિરાજમાન રહે છે.
મકર સંક્રાંતિ પર ભગવાન સૂર્યને અર્ધ્ય આપવાનુ ખાસ મહત્વ છે. લોકો આ દિવસે પવિત્ર સ્થાનો પર સ્નાન કરી સૂર્ય દેવને અર્ધ્ય આપે છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને રાજપક્ષ અર્થાત સરકારી ક્ષેત્ર અને અધિકારીઓના કારક ગ્રહ બતાવ્યા છે. વ્યક્તિની કુંડળીમાં સૂર્ય બળવાન હોવાથી તેને સરકારી ક્ષેત્રમાં સફળતા અને અધિકારીઓ તરફથી સહયોગ મળે છે. કેરિયર અને સામાજીક પ્રતિષ્ઠામાં ઉન્નતિ માટે પણ સૂર્યની અનુકૂળતા અનિવાર્ય માનવામાં આવી છે.