જપ, તપ, દાન, સ્નાન, શ્રાદ્ધ, તર્પણનો પર્વ છે મકર સંક્રાતિ. મકર સંક્રાતિ સ્નાન પર્વ ગંગા ઘાટ પર શ્રદ્ધાળુઓની ભીરે ભીડ ઉમડે છે.
આ પ્રસંગ પર ખિચડી સાથે તલ, લાડુનુ પણ દાન કરવામાં આવે છે. આ દિવસે દાનનુ વિશેષ મહત્વ હોય છે.
કોઈને પણ આ દિવસે ખાલી હાથ ન જવા દો. દાનમાં તલનો સામાન સારો માનવામાં આવે છે.
જ્યોતિષ મુજબ આ દિવસે શ્રદ્ધા મુજબ 5, 7 અને 11, 21, 51, 101 જેવી શુભ અંકમાં વસ્તુઓનુ દાન કરવુ ખૂબ સારુ માનવામાં આવે છે.
તમે ગરીબો અને તમારાથી મોટેરાઓને દાન કરી શકો છો. આ ઉપરાંત અન્ન, ઘી કે વસ્ત્ર નું દાન કરો. ચોખા, દાળ, શાક, મીઠુ અને ઘી ની ખિચડીનુ દાન કરવુ સર્વોત્તમ હોય છે.