મુસ્લિમ SP પર પોતાનો વોટ બરબાદ ન કરે, વોટ BSP ને આપે જેથી BJP હારે

શનિવાર, 21 જાન્યુઆરી 2017 (12:05 IST)
બસપા પ્રમુખ માયાવતીએ શનિવારે લખનૌમાં મોદી સરકાર પર હુમલો કરતા કહ્યુ કે કેન્દ્રની નીતિથી લોકો પરેશાન છે અને દાદરી જેવી ઘટનાઓએ બીજેપીની પોલ ખોલી દીધી છે. સાથે જ તેમણે મુસ્લિમોને અપીલ કરી કે તેઓ સપા માટે પોતાનો વોટ બરબાદ ન કરે. પોતાના વોટ બસપાને આપે જેથી ભાજપાને હરાવી શકાય. 
 
સપા પર હુમલો કરતા તેમણે કહ્યુ કે સરકારે બાગી ચેહરાઓને સૌની સામે ઉજાગર કરવા જોઈએ. બાપ-બેટા પોતાની જ રાજનીતિમાં ફસાયા છે.  મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે મુલાયમ અને અખિલેશે આ નાટક રચ્યુ છે. 
 
સપામાં મચેલ ધમાસાન પર  નિશાન તાકતા તેમણે કહ્યુ કે છેવટે સપાને કોંગ્રેસ સાથે જવાની જરૂર પડી ગઈ. અખિલેશના કાર્યકાળમાં કાયદો વ્યવસ્થા બિલકુલ ઠપ્પ થઈ ગઈ છે. યૂપીમાં અત્યાર સુધી 500 રમખાણો થયા છે. અખિલેશને સારા ઉમેદવાર મળી રહ્યા નથી.  એવુ લાગે છે કે હવે અખિલેશ જ કોંગ્રેસનો ચેહરો બનશે. 
 
અનામત પર માયાવતીએ બીજેપી અને આરએસએસ પર હુમલો કર્યો અને કહ્યુ કે હવે લોકો જ આ બંને પાર્ટીઓને જવાબ આપશે. 

વેબદુનિયા પર વાંચો